________________
આહારક શરીરનો વિરહકાળ જઘન્ય ૧ સમય અને ઉત્કટ છ માસનો છે. મુક્ત આહારક શરીર મુક્ત ઔદારિકના શરીર સમાન છે. મુક્ત આહારક અનંત છે. મુક્ત ઔદારિકનાં અનંત શરીર પ્રમાણે મુક્ત આહારકનાં પણ અનંત શરીર કહેવાં જોઈએ. (૪) તૈજસ શરીર :
આ શરીર તૈજસ પુદ્ગલોથી બને છે અને તે ઉધ્ધારૂપ હોય છે. જે તૈજસ લબ્ધિના નિમિત્તરૂપે ઉત્પન્ન થાય છે. તેમાં તેજનો વિકાર હોય છે. જે ખાધેલા અનાજનું પાચન કરે છે. તેને તૈજસ શરીર કહેવાય છે. આ શરીર ચારેય ગતિના જીવોને હોય છે. શરીરમાં અને જઠરમાં જે ગરમી જણાય છે તે આ શરીરની છે. તપશ્ચર્યા વગેરેથી આ શરીરને એવું તૈયાર કરી શકાય છે કે જેનાથી બીજાને ક્રોધથી કે શાપ આપી બાળી શકાય છે. અથવા અનુગ્રહબુદ્ધિથી બીજા બળતા પદાર્થોને ઠંડક આપી બૂઝાવી પણ શકાય છે. તે વખતે તેનું નામ તેજોવેશ્યાની લબ્ધિ અને શીતલેશ્યાની લબ્ધિ કહેવાય છે. તેજસ શરીરનું વિવેચન
તૈજસ શરીર પાંચ પ્રકારનાં છે. એકેન્દ્રિય તૈજસ શરીર યાવત્ પંચેન્દ્રિય તૈજસ શરીર, એકેન્દ્રિય તૈજસ શરીર પાંચ પ્રકારનાં છે. પૃથ્વીકાયિક તેજસ શરીર યાવત્ વનસ્પતિકાયિક એકેન્દ્રિય તૈજસ શરીર. એ પ્રકારે જેવા ઔદારિક શરીરના ભેદ કહ્યા છે. એ જ પ્રકારે તૈજસના ભેદ પણ કહેવા જોઈએ. ચૌરેન્દ્રિય સુધી કહેવા. - પંચેન્દ્રિય તૈજસ શરીર ચાર પ્રકારનાં છે. નૈરયિક તૈજસ શરીર વાવત દેવ તૈજસ શરીર. નારકોના બે ભેદ કહેવા જોઈએ. જેવું વૈક્રિય શરીર પંચેન્દ્રિય તિર્યંચોના અને મનુષ્યોના જેવા ઔદારિક શરીરના ભેદ કહ્યા છે. એ પ્રકારના ભેદ કહેવા જોઈએ. દેવોના જેવા વૈક્રિય શરીરના ભેદ કહ્યા છે એ જ પ્રકારે તૈજસ શરીરના ભેદ પણ સમજી લેવા જોઈએ. સર્વાર્થસિદ્ધના દેવો સુધી જાણવા.
તૈજસ શરીરના આકાર અનેક સંસ્થાનોવાળા કહ્યા છે. પૃથ્વીકાયના એકેન્દ્રિયના તૈજસ શરીરના આકાર મસૂરની દાળના આકારના કહ્યા છે. ચંદ્રનો અર્થ દાળ છે. એ પ્રકારે ઔદારિક શરીરનાં સંસ્થાન અનુસાર કહેવું જોઈએ. યાવતુ ચૌરેન્દ્રિયના પણ
૧૫૫