________________
કહેવા જોઈએ.
નારકોના તૈજસ શરીરના આકાર નારકોના વૈક્રિય શરીર જેવા. પંચેન્દ્રિય તિર્યંચયોનિના, મનુષ્યોના જેવા તેમના ઔદારિક શરીરના આકાર કહ્યા છે તે મુજબ સમજવા. દેવોના તૈજસ શરીરના આકાર જેવા તેમના વૈક્રિય શરીરના સંસ્થાન છે તેવા યાવતુ અનુત્તરોપપાતિક દેવ સુધી સમજવા જોઈએ. તૈજસ શરીર બધાને હોય છે. તૈજસ શરીરનું વિશેષ વિવેચનઃ
તૈજસ શરીર પણ બે પ્રકારનાં કહ્યાં છે. બદ્ધ અને મુક્ત. તેઓમાં જે બદ્ધ છે તે અનંત છે. અનંત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓ દ્વારા અપહૃત થાય છે. તે કાળથી, ક્ષેત્રથી, અનંત લોકથી અને દ્રવ્યથી સિદ્ધોથી અનંતગુણા છે. બધા જીવોથી અનંતભાગ હીન છે. તેઓમાં જે મુક્ત છે તેઓ અનંત છે. કાળથી અનંત ઉત્સર્પિણીઓ, અને અવસર્પિણીઓ દ્વારા અપહૃત થાય છે. ક્ષેત્રથી અનંત લોક અને દ્રવ્યથી બધા જીવોથી અનંતગણા, જીવ વર્ગનો અનંતમો ભાગ એ પ્રકારે સમજવા જોઈએ. (૫) કામણ શરીર :
કર્મ દ્વારા બનાવેલા શરીરને કામણ શરીર કહે છે. આ શરીર કર્મોથી ભરાયેલું હોય છે. જે શરીર ૮ કર્મથી જ ઉત્પન્ન થાય છે તેને કામણ શરીર કહેવાય છે. આ શરીર પણ ચારેય ગતિના જીવોને હોય છે. આ શરીર બીજા બધા શરીરોનું કારણ છે.
જીવ દરેક સમયે કાર્મણ વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરી આત્મા સાથે તે જ વખતે બાંધે છે તેનું નામ કર્મબંધ કહેવાય છે. આવી રીતે તૈજસ વર્ગણા કરતાં અત્યંત સૂક્ષ્મ કાર્મણ વર્ગણાના આત્મા વડે ગ્રહણ કરાતાં પુદ્ગલોના એક જાતના સમૂહની એક જાતની આઠેય કર્મપણે વહેંચણી થતાં એવી ગોઠવણ થાય છે તેને કામણ શરીર કહેવાય છે.
આ શરીર આત્મા સાથે અનાદિકાળથી જોડાયેલું છે. ભવ્યને મોક્ષમાં જતાં સુધી અને અભવ્યને અનંતકાળ પર્યત સાથ આપે છે. આ શરીર જ્યાં સુધી હોય ત્યાં સુધી
૧૫૬