________________
મનુષ્યમાં આહારક શરીર હોય છે. મિથ્યાદષ્ટિ કે મિશ્રદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યમાં પણ સમ્યગ્દષ્ટ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યમાં હોતાં નથી. સંયત સભ્યષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યમાં આહારક શરીર હોય છે. અસંયત કે સંયતા સંયત સમ્યગ્દષ્ટ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યમાં હોતા નથી. અપ્રમત્ત સંયત સભ્યષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યમાં આહા૨ક શરીર હોય છે. પ્રમત્ત સંયત્ત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષની આયુવાળા કર્મભૂમિ મનુષ્યમાં હોતાં નથી. અપ્રમત્ત સંયત સભ્યષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યમાં પણ ઋદ્ધિ પ્રાપ્ત અપ્રમત્ત સંયત સભ્યષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ મનુષ્યમાં આંહારક શરીર હોય છે. અમૃદ્ધિ પ્રાપ્ત અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ મનુષ્યમાં આહારક શરી૨ હોતાં નથી.
આહારક શરીરનો એક જ ભેદ છે. જે સમસ્ત સાવધ વ્યાપારોથી સમ્યક્ પ્રકારે ઉપરત થયેલ છે. તે સંયત છે. જે સંયત ન હોય તે અસંયત છે. દેશિવરતિવાળા સંયતાસંયત છે. મોહનીય આદિ કર્મોના ઉદયથી સંજ્વલન કષાય, નિદ્રા આદિ યોગથી પ્રમાદને પ્રાપ્ત થાય તે પ્રમત્ત કહેવાય છે. પ્રમાદથી રહિત અપ્રમત્ત કહેવાય છે. તેઓ સદા ઉપયોગયુક્ત રહે છે. આમર્ષોષધિ આદિ ઋદ્ધિઓ જેમને પ્રાપ્ત થાય છે તે ઋદ્ધિવાળા કહેવાય છે. અને જેને કોઈ ઋદ્ધિ પ્રાપ્ત ન હોય તે અવૃદ્ધિ પ્રાપ્ત કહેવાય છે.
આહારક શરીરનું વિશેષ વિવેચન :
આહારક શરીર પણ બે પ્રકારનાં છે. બદ્ધ અને મુક્ત. જેઓ બદ્ધ છે તેઓ કદાચિત હોય છે અથવા કદાચિત નથી હોતાં. જો હોય તો જધન્ય ૧, ૨ અથવા ૩ હોય છે. ઉત્કૃષ્ટ સહસ્ર પૃથકત્વ હોય છે. તેઓમાંથી જે મુક્ત શરીર છે તે અનંત છે. જેમ ઔદારિકને મુક્ત કહ્યા છે તે પ્રકારે આહારકને પણ મુક્ત કહેવા જોઈએ.
બદ્ધ આહારક શરીર કદાચિત હોય છે અથવા કદાચિત નથી હોતાં. કેમ કે
૧૫૪