________________
શરીરના પ્રકારો :
શાસ્ત્રમાં દર્શાવેલ શરીરોને પાંચ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અર્થાત્ શરીર પાંચ પ્રકારનાં છે. (૧) ઔદારિક (૨) વૈક્રિય (૩) આહારક (૪) તૈજસ અને (૫) કામણ. આ પાંચેય શરીરોનું સ્વરૂપ નીચે મુજબ છે. (૧) ઔદારિક શરીર :
ઉદાર અર્થાત્ પ્રધાન શરીરને ઔદારિક કહે છે. ઉદારનો અર્થ છે વિસ્તારવાન. ઔદારિક શરીર વિસ્તારવાન એ કારણે કહેવાય છે કે તે સ્થાયીરૂપથી સાતિરેક એક હજાર યોજન સુધીનાં હોય છે. શરીરની વિશાળતા તીર્થકરો, ચક્રવર્તિઓ, ગણધરો, કેવલીઓ, વાસુદેવો, બળદેવો, પ્રતિવાસુદેવો, નારદો, રુદ્રો વગેરે મહાપુરુષોની અપેક્ષાએ સમજવી જોઈએ. તેના સિવાય અનુત્તરવિમાન દેવોનાં શરીર પણ અનંતગુણ હીન હોય છે. ઔદારિક શરીર કાંઈક અધિક એક હજાર યોજન અવસ્થિત પ્રમાણવાળાં હોય છે. સ્વસિદ્ધાંતની પરિભાષા અનુસાર ઉદારનો અર્થ છે માંસ, અસ્થિ, સ્નાયુ તેમજ મજા આદિથી સંબંધ. ઉદાર એ જ ઔદારિક કહેવાય છે. ઉદારગુણ. મોક્ષ અને અનંત લબ્ધિઓ પણ આ શરીર મારફત જ મેળવી શકાય છે તેથી તેને ઉત્તમ કહેવાય છે. ઉત્તમ એટલે બીજા શરીરો કરતાં આ શરીર ઉત્તમ બાંધો, શરીરની સુંદરતા અને કાન્તિ (તીર્થકરોની અપેક્ષાએ) ધારણ કરી શકે છે. સ્થૂલ અર્થાત્ આઠ ગ્રહણ યોગ્ય વર્ગણાઓમાંની ઔદારિક શરીરપણે ગ્રહણ કરવા યોગ્ય વર્ગણામાં પુગલ પરમાણુઓ થોડા હોય છે પરંતુ તેનું પરિણામ સ્થૂલ હોય છે. આવી સ્કૂલ વર્ગણાનું બનેલું શરીર હોય છે. ઊંચું-મોટું અર્થાતુ બીજા શરીરોની સ્વાભાવિક ઊંચાઈ કરતાં ઔદારિક શરીરની ઊંચાઈ સૌથી વધારે છે. આ શરીર મનુષ્યો અને તિર્યંચોને હોય છે. ઔદારિક શરીરનો વિશેષ વિચારઃ
દારિક શરીર બે પ્રકારનાં છે. બદ્ધ અને મુક્ત જીવોએ જે શરીરોને ગ્રહણ કરીને રાખ્યાં છે તે બધ્ધ શરીર કહેવાય છે. પરંતુ જે શરીરને જીવોએ પૂર્વભવમાં ગ્રહણ કરીને ત્યાગી દીધાં છે તેઓને મુક્ત શરીર કહેવાય છે. તેમાં જે બદ્ધ છે તેઓ અસંખ્યાતા છે. અસંખ્યાત ઉત્સર્પિણી એ અવસર્પિણી કાળોથી તેમનું અપહરણ થાય છે
૧૪૬