________________
તે કાળથી. ક્ષેત્રથી અસંખ્યાત લોક તેમાંથી જેઓ મુક્ત અર્થાત ત્યાગેલા છે તે અનંત છે. કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળોથી અપહરણ થાય છે. દ્રવ્યથી અનંત લોક અભવ્યોથી અનંતગણ છે. સિદ્ધોના અનંતમા ભાગ જેટલા છે એટલે સિદ્ધ જીવરાશિ જેટલા નથી.
બદ્ધ ઔદારિક શરીરના ધારક જીવ અનંત છે. છતાં બદ્ધ શરીરો અસંખ્યાત કહ્યા છે કેમકે જીવ બે પ્રકારના છે. પ્રત્યેક શરીર અને અનંતકાયિક. જે પ્રત્યેક શરીર જીવ છે તે બધાના અલગ-અલગ ઔદારિક શરીર છે. કિન્તુ જે અનંતકાયિક જીવ છે તેમનાં શરીર જુદાં જુદાં હોતાં નથી. પરંતુ અનંતાનંત જીવોનું એક જ શરીર હોય છે. એ કારણે ઔદારિક જીવ અનંત હોવા છતાં ઔદારિક શરીર અસંખ્યાત જ હોય છે.
મુક્ત ઔદારિક શરીર અનંત છે. અવિકલરૂપથી મુક્ત શરીર અનંતકાળ સુધી રહી શકતાં નથી. કેમકે પુદ્ગલોની સ્થિતિ ઉત્કૃષ્ટ પણ અસંખ્યાત કાળ સુધી કહી છે. જે જીવો દ્વારા જે પુદ્ગલોને ઔદારિક શરીરના રૂપમાં અતિતકાલમાં ગ્રહણ કરીને ત્યાગી દીધેલ છે. તેમને જો અહીં લેવામાં આવે તો બધા જીવો પુલોને ગ્રહણ કરીને ત્યાગેલ છે. એવી સ્થિતિમાં મુક્ત શરીર અભવ્યોથી અનંતગુણા અને સિદ્ધ જીવોનો અનંતમો ભાગ છે. કથન યુક્ત નથી ?
ઉત્તર : અહિ મુક્ત ઔદારિક શરીરોમાં માત્ર અવિકલ શરીરોનું જ ગ્રહણ નથી. પરંતુ જીવે જે ઔદારિક શરીરને ગ્રહણ કરીને ત્યાગી દીધાં છે તે વિનાશને પ્રાપ્ત થવા - છતાં અનંત ભેદોવાળાં બને છે. પુદ્ગલ જ્યાં સુધી ઔદારિક પર્યાયનો પરિત્યાગ નથી, કરતાં ત્યાં સુધી ઔદારિક શરીર જ કહેવાય છે. પરિત્યાગ કરેલ છે તેઓ ઔદારિક શરીર નથી કહેવાતાં. એ રીતે એક જ શરીરનાં અનંત શરીર સંભવી શકે છે. એક એક શરીર ઔદારિક અનંત ભેટવાળાં હોવાને લીધે અનંત ઔદારિક શરીર કહેવાય છે. દારિક શરીરનાં સંસ્થાનો :
ઔદારિક શરીરને અનેક સંસ્થાનવાળાં કહ્યાં છે. એકેન્દ્રિયના ઔદારિક સંસ્થાન નાના પ્રકારનાં કહ્યાં છે. પૃથ્વીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર મસૂરની દાળના આકારનાં કહ્યાં છે. એ જ રીતે સૂક્ષ્મ બાદર, અપર્યાપ્તા, પર્યાપ્તા પણ એ જ પ્રકારે
૧૪૭