________________
૨૪ દેડકોમાં ૨૪ ધારોનો પરિચય
(૧૯) શરીર દ્વાર
દંડક પ્રકરણમાં ર૪ કારોની શાસ્ત્રીય ચર્ચા-સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. આ વિચારણામાં સૌ પ્રથમ શરીર વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવરણ નીચે મુજબ છે. શરીરના અર્થોઃ
શાસ્ત્રમાં શરીર શબ્દના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
(૧) ઉત્પત્તિ સમયથી શરૂ કરીને પ્રતિક્ષણ જે શીર્ણ અર્થાત જર્જરિત થતાં રહે છે તે શરીર છે.' (૨) જે વિશેષ નામ કર્મના ઉદયથી પ્રાપ્ત થઈને શીર્યન્ત અર્થાત્ ગળે છે તે શરીર છે. (૩) અનંતાનંત પુદ્ગલોના સમવાયનું નામ શરીર છે. (૪) શરીર શબ્દનો અર્થ સ્વરૂપ છે. (૫) જેના ઉદયથી આત્માના શરીરની રચના થાય છે તે શરીર નામ કર્મ છે." (૬) જે કર્મના ઉદયથી આહાર વર્ગણાના પુદગલ સ્કંધ તથા તૈજસ અને કાશ્મણ વર્ગણાના પુગલ સ્કંધ શરીર યોગ્ય પરિણામો દ્વારા પરિણત થઈને જીવની સાથે સંબંધ થાય છે તે કર્મસ્કંધની “શરીર” એ સંજ્ઞા છે. આમ શરીર અંગે વિવિધ સંજ્ઞાઓ-લક્ષણો પ્રાપ્ત થાય છે. શરીરના પર્યાયવાચી શબ્દો:
આ શાસ્ત્રોમાં આવતા વિભિન્ન શબ્દો આ પ્રમાણે છે. વધુ, કાયા, દેહ, ક્લેવર ઇત્યાદિ તથા બોન્ટિ, તનુ આદિ પણ પર્યાયવાચી શબ્દો છે.
૧૪૫