________________
જ્યારે ક્રિયા કરવામાં આવે છે ત્યારે ખરેખર તો બીજા જીવને દંડવામાં આવી રહ્યો હોય છે. આવા પ્રકારની ક્રિયામાં માનવ બીજા જીવને સકારણ કે અકારણ પડે છે. આવી પીડા બીજા જીવને પરેશાન કરે છે. પણ ખરેખર તો પોતાના આત્માને જ નવા નવા કર્મના બંધ દ્વારા પીડી રહ્યો હોય છે. આવા અર્થમાં દંડ શબ્દનો સૂત્રકૃતાંગસૂત્ર૯, સમવાયાંગસૂત્ર આદિમાં ઉપયોગ થયો છે. (૧૨) ક્રિયા સ્થાનને પણ દંડ કહેવાય છે.
આ અર્થ સૂત્રકૃતાંગસૂત્રમાં પ્રાપ્ત થાય છે. સૂત્રકૃતાંગ સૂત્રમાં દંડ શબ્દનો અર્થ ક્રિયાસ્થાન થાય છે. જે વ્યક્તિ પોતાના માટે, ઘર માટે, પરિવાર માટે ત્રસ અને સ્થાવર પ્રાણીઓની હિંસા કરે, કરાવે કે અનુમોદન પ્રયોજનથી કરે તેને અર્થદંડ કહે છે અને 'નિધ્યયોજનથી કરે તેને અનર્થદંડ ક્રિયાસ્થાન કહેવાય છે. ક્રિયાસ્થાનથી કર્મનો બંધ થાય છે. આવા અર્થમાં દંડ શબ્દનો દશવૈકાલિકસૂત્રમાં ઉપયોગ થયો છે. (૧૩) આત્મહત્યાને પણ દંડ કહેવાય છે.
આ અર્થ સૂત્રકૃતાંગસૂત્રમાં પ્રાપ્ત થાય છે. સૂત્રકૃતાંગસૂત્રમાં દંડ શબ્દનો અર્થ આત્મહત્યા થાય છે. જે વ્યક્તિ ગુસ્સામાં આવીને, સંસારના દુઃખોથી કંટાળીને આત્મહત્યા કરે છે તેના માટે નિહાપદંડ શબ્દનો ઉપયોગ કર્યો છે. આત્મહત્યા કરનાર વ્યક્તિ અનંતાનુબંધી કષાયની સાથે તીવ્ર કર્મબંધ કરે છે તેને સંસારમાં ખૂબ પરિભ્રમણ કરવું પડે છે. (૧૪) કર્મબંધની કારણરૂપ પ્રવૃત્તિને દંડ કહે છે?
આ અર્થ સમવાયાંગસૂત્રમાં પ્રાપ્ત થાય છે. સમવાયાંગસૂત્રમાં દંડ શબ્દનો અર્થ કર્મબંધ માટેની કારણરૂપ પ્રવૃત્તિ થાય છે. કર્મબંધ થતાં પહેલા મનમાં વિચારણા થાય છે અને તેના માટે જે પણ પાપમય પ્રવૃત્તિ કરે છે તેને દંડ કહેવાય છે. (૧૫) એક પ્રકારના આસનને દંડ (દડાસન) કહેવાય છે?
આ અર્થ બૃહત્કલ્પસૂત્રમાં પ્રાપ્ત થાય છે. બૃહત્કલ્પ સૂત્રમાં દંડ શબ્દ એક આસનના અર્થમાં વપરાયો છે. એક ધાર્મિક આસનનું નામ દંડાસન છે. આ આસનથી
૧૩૭.