________________
કહેવાય છે. આ દંડાકારથી મોક્ષરૂપી ફળ(ઇનામ)ની પ્રાપ્તિમાં અહિં દંડ શબ્દનો ઉપયોગ થયો છે. આવા અર્થમાં દંડ શબ્દનો સમવાયાંગસૂત્ર, ઉવવાઈયસૂત્ર, રાયપશેણીયસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર, જંબૂઢીપપ્રજ્ઞાપ્તિસૂત્ર૧ આદિ આગમોમાં ઉપયોગ થયો છે.
(૯) ક્ષેત્રનું પ્રમાણ વિશેષ માપવાના અર્થને દંડ કહેવાય છે.
આ અર્થ સમવાયાંગસૂત્રમાં પ્રાપ્ત થાય છે. સમવાયાંગસૂત્રમાં દંડ શબ્દનો અર્થ ક્ષેત્રનું પ્રમાણ વિશેષ (ખેતર આદિને) માપવાના અર્થમાં વપરાયો છે. અહિં એ દંડ શબ્દના ધનુષ, મુસલ, યુગ, નાલી આદિ પર્યાયવાચી નામો છે. ક્ષેત્રના માપ માટે આ શબ્દનો વપરાશ થયો છે. અહિં દંડ શબ્દમાં કર્મબંધન પણ થતું નથી અને કર્મનિર્જરા પણ થતી નથી. વ્યવહારિક રીતે આ શબ્દનો વપરાશ થયો છે. આવા અર્થમાં દંડ શબ્દનો ભગવતીસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર૪, આદિ આગમોમાં ઉપયોગ થયો છે. ૯૬ અંગુલનો એક દંડ થાય છે.
(૧૦) ૭૨ કળામાંથી એક કળાને દંડ કહેવાય છે. દંડલક્ષણ કલા
આ અર્થ સમવાયાંગસૂત્રમાં પ્રાપ્ત થાય છે. સમવાયાંગસૂત્રમાંષ દંડ શબ્દનો અર્થ ૭૨ કળામાંની એક કલા એવો થાય છે. ભગવાન ઋષભદેવે અવસર્પિણીકાળના ચોથા આરામાં પુરુષોને ૭૨ કળા શીખવાડી હતી. ૭૨ કળામાં પારંગત મનુષ્ય શ્રેષ્ઠ ગણાય છે, ૭૨ કળામાંથી દંડલક્ષણ કલામાં દંડ શબ્દનો ઉપયોગ કર્યો છે. અહિં નિપુણતા, ચાતુર્ય અને હોશિયારીના અર્થમાં દંડ શબ્દ વપરાયો છે. અહિં શ્રેષ્ઠતાસૂચક અર્થ થાય છે. આવા અર્થમાં દંડ શબ્દનો ઉવવાઈયસૂત્ર, રાયપશેણીયસૂત્ર આદિ આગમોમાં ઉપયોગ થયો છે.
(૧૧) પ્રાણીઓને પીડા(પરિતાપ) દુઃખ ઉપજાવવાને દંડ કહેવાય છે.
આ અર્થ સૌથી પ્રાચીન એવા આચારાંગસૂત્રમાં પ્રાપ્ત થાય છે. આચારાંગસૂત્રમાં દંડ શબ્દનો અર્થ પ્રાણીઓને પીડા ઉપજાવવાના અર્થમાં વપરાયો છે. બીજા જીવને પીડા ઉપજાવવી તે દંડ છે. પીડા ઉપજાવવાની, બીજાઓને દુઃખ આપવાની
૧૩૬