________________
રાયપશેણીયસૂત્ર", દશવૈકાલિકસૂત્રક, વ્યવહારસૂત્ર, બૃહત્કલ્પસૂત્ર”, નિશીથસૂત્રમાં થયો છે. () એક પ્રકારની નીતિને-દંડનીતિને દંડ કહેવાય છે?
આ અર્થ સૌથી પ્રથમ સ્થાનાંગ સૂત્રમાં પ્રાપ્ત થાય છે. સ્થાનાંગસૂત્રમાં આનો અર્થ એક પ્રકારની નીતિના અર્થમાં વપરાયો છે. ચોથા આરામાં ત્રણ પ્રકારની નીતિ હતી. કલ્પવૃક્ષનો પ્રભાવ ઘટવા લાગ્યો. ઇચ્છિત વસ્તુ જુગલિયાને પૂરતા પ્રમાણમાં મળતી ન હોવાથી અવસર્પિણીકાળના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવે ત્રણ પ્રકારની નીતિ અપનાવી. કેમ કે જુગલિયાનો પરસ્પર અસંતોષ થતાં કલેશ થવા લાગ્યો તેથી તેઓને સમજાવવા માટે હકારનીતિ, મકારનીતિ અને ધિક્કારનીતિને તેમણે અપનાવી. આમ થતાં જુગલિયા સમજી ગયા અને કલેશ દૂર થઈ ગયો હતો. આવા પ્રકારની નીતિને દંડનીતિ કહેવાય છે. આ નીતિથી અર્થાત્ શબ્દ બોલીને શિક્ષા અપાય. સામાન્ય શિક્ષાના રૂપમાં અહિં દંડ શબ્દનો ઉપયોગ થયો છે. આવા અર્થમાં દંડ શબ્દનો જ્ઞાતાધર્મકથાંગસૂત્ર", વિપાકસૂત્ર, રાયપશેણીયસૂત્રણ, જંબૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્ર', નિરયાવલિકાસૂત્ર૫૫ આદિ આગમોમાં વપરાયો છે. (૮) કેવલ સમુદ્યાતથી એક દંડાકાર અવસ્થાને દંડ કહેવામાં આવે છે?
આ અર્થ સૌથી પ્રથમ સ્થાનાંગસૂત્રમાં પ્રાપ્ત થાય છે. સ્થાનાંગસૂત્રમાં આનો અર્થ કેવલ સમુદ્ધાતની એક અવસ્થાને દંડાકાર અવસ્થા જેવો અર્થ કરાયો છે. કેવલી આયુષ્ય કર્મના સમાન વેદનીય, નામ, ગોત્ર, કર્મને બનાવવા માટે કેવલી સમુદ્યાત કરે છે. કેવલી પોતાના મૂળ રૂચક પ્રદેશોને છોડ્યા વિના બાકીના પ્રદેશોને પોતાના શરીરમાંથી બહાર કાઢે છે. આ કેવલી સમુદ્ધાતની જુદી જુદી અવસ્થાઓ હોય છે. આત્મ પ્રદેશોને દંડાકાર બનાવવાની એક અવસ્થા છે. પક્ષીની પાંખમાં પાણી ભરાઈ જાય ત્યારે પાંખો ફફડાવી પાણીને પક્ષી દૂર કરે છે એવી જ રીતે કેવલી આત્મામાં રહેલા અઘાતી કર્મોને નષ્ટ કરવા કેવલ સમુદ્ધાત કરે છે. આ દંડાકાર અવસ્થા કર્મોને દૂર કરવા માટે હોય છે. તેમાં કર્મબંધન થતું નથી. પરંતુ આ અવસ્થાને અંતે મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. સંપૂર્ણ અઘાતી કર્મો ખપી જાય છે. આવા પ્રકારના આકારને દંડાકાર
૧૩૫