________________
આનો અર્થ શિક્ષા આપવી એવો થાય છે. બીજાને શિક્ષા આપવી એ કોઈનો અધિકાર નથી. અજ્ઞાન અવસ્થામાં આત્મા અર્થદંડ અને અનર્થદંડરૂપે બીજાને શિક્ષા આપે છે. અને કર્મો બાંધે છે. કર્મ બંધ એ આત્માની પ્રગતિમાં બાધક હોય છે. આ રીતે બાધા પહોંચાડનાર શિક્ષાને દંડ કહેવાય છે. આવા અર્થમાં દંડ શબ્દ જ્ઞાતાધર્મકથાંગસૂત્ર, પ્રશ્ન-વ્યાકરણ સૂત્ર, વિપાકસૂત્ર*, રાયપશેણીયસૂત્ર", દશાશ્રુતસ્કંધસૂત્ર આદિ આગમોમાં વપરાયો છે. (૫) દંડન (ચક્રવર્તિના રત્ન)ને દંડ કહેવામાં આવે છે?
આ અર્થ સૌથી પ્રથમ સ્થાનાંગ સૂત્રમાં પ્રાપ્ત થાય છે. સ્થાનાંગસૂત્રમાં ૩ આનો અર્થ દંડરત્ન એવો થાય છે. ચક્રવર્તિ પાસે ૭ એકેન્દ્રિય રત્ન અને ૭ પંચેન્દ્રિય રત્ન એમ કુલ ૧૪ રત્નો હોય છે. ૧૪ રત્નો ચક્રવર્તીને ચક્રવર્તીપદ પ્રાપ્ત કરવામાં સહાયક હોય છે. દડરત્ન એ એક એકેન્દ્રિય રત્ન છે. ચક્રવર્તી જ્યારે દિગ્વિજય કરવા જાય ત્યારે દંડરત્નની સહાયતાથી તેમ જ ચક્રવર્તીના પુણ્યના પ્રભાવથી તમસગુફાના દ્વાર ઉઘાડે છે. ચક્રવર્તી સિવાય દંડરત્ન કોઈની પાસે ન હોય. આ રીતે દંડરત્નનો દંડ શબ્દમાં ઉપયોગ થયો છે. આવા અર્થમાં દંડ શબ્દનો અર્થ સમવાયાંગ સૂત્ર૮, પ્રજ્ઞાપનાસૂત્ર, જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર આદિમાં ઉપયોગ થયો છે. (૬) સાધન કે ઉપકરણના અર્થને દંડ કહેવામાં આવે છે.
આ અર્થ સૌથી પ્રથમ ભગવતીસૂત્રમાં પ્રાપ્ત થાય છે. ભગવતીસૂત્રમાં” આવો અર્થ સાધન કે ઉપકરણ તરીકે થયો છે. સાધન એટલે ઉપયોગી વસ્તુ એવો અર્થ થાય છે. અને ઉપકરણ શબ્દ સાધુ સાધ્વીના ઉપયોગની વસ્તુ માટે વપરાય છે. સંસારી આત્માઓ માટે તેને સાધન કહે છે. તે રાખવામાં સંસારી જીવાત્માઓ કર્મબંધ કરે છે.
જ્યારે સાધુ-સાધ્વીના માટે દંડ એ ઉપકરણ તરીકે હોય છે. ઉપકરણ એ સંયમ જીવનની રક્ષા માટે અથવા સહાય માટે હોય છે. તેનાથી તે કર્મબંધ નહિ પરંતુ કર્મનિર્જરા થાય છે. મોક્ષમાર્ગ માટે “સાધન” એ બાધકરૂપ છે. જ્યારે “ઉપકરણ” એ સાધકરૂપ છે. આ રીતે સાધન અને ઉપકરણના અર્થમાં દંડ શબ્દનો ઉપયોગ થાય છે. આવા અર્થમાં દંડ શબ્દનો અર્થ જ્ઞાતાધર્મકથાંગસૂત્ર, પ્રશ્ન વ્યાકરણસૂત્ર, ઉવવાઈય સૂત્ર",
૧૩૪