________________
ઉપાસકદશાંગસૂત્ર અને આવશ્યક સૂત્રમાં વપરાયો છે. (૨) હિંસા અથવા વધને દંડ કહેવામાં આવે છે.
* આ અર્થ પણ સૌથી પ્રાચીન એવા આચારાંગસૂત્રમાં પ્રાપ્ત થાય છે. આચારાંગસૂત્રમાં આનો અર્થ હિંસાના અર્થમાં વપરાયો છે. કોઈની હિંસા કરવી તે છે છે. બીજા જીવને દંડવામાં આવી રહ્યો છે. આવા પ્રકારની ક્રિયામાં માનવ બીજા જીવને અકારણ પડે છે. અકારણ અને સકારણ બીજાને મારી નાંખે છે. આવી પીડા અન્ય જીવને પરેશાન કરે છે. જીવનો ઘાત કરે છે પરંતુ ખરેખર તો પોતાના આત્માને જ નવા નવા કર્મના બંધ દ્વારા પીડી રહ્યો હોવાથી પોતાના આત્માને જ તે દંડી રહ્યો છે. આવા અર્થમાં દંડ શબ્દ સૂત્રકૃતાંગસૂત્ર, સ્થાનાંગસૂત્ર, ભગવતીસૂત્ર, પ્રશ્ન વ્યાકરણસૂત્ર, ઉપાસક દશાંગસૂત્ર આદિમાં વપરાયો છે. (૩) લાકડી અથવા દંડા ને દંડ કહેવામાં આવે છે.
આ અર્થ પણ સૌથી પ્રાચીન એવા આચારાંગસૂત્રમાં પ્રાપ્ત થાય છે. આચારાંગસૂત્રમાં આવો અર્થ લાકડી અથવા દંડાના અર્થમાં વપરાયો છે. લાકડીથી બીજા જીવોને મારવામાં કે પરેશાન કરવામાં આવે છે. સકારણ અથવા અકારણ બીજાને લાકડીથી તાડન કરે છે. પરંતુ નવા કર્મનો બંધ પોતાના આત્મામાં થાય છે. પોતાના આત્માને દંડ થાય છે. બીજો શબ્દ ઇંડા છે. તે લાકડીનો પર્યાયવાચી શબ્દ છે. લાકડીની જેમ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આવા અર્થમાં દંડ શબ્દ સૂત્રકૃતાંગ,
સ્થાનાંગસૂત્ર', સમવાયાંગસૂત્ર", જ્ઞાતાધર્મકથાંગસૂત્ર", પ્રશ્નવ્યાકરણસૂત્ર૭, વિપાકસૂત્રધ, ઉવવાઈયસૂત્ર૯, રાયપરોણીયસૂત્ર', જીવાભિગમસૂત્ર', પ્રજ્ઞાપનાસૂર, જંબૂઢીપપ્રાપ્તિસૂ૩ પુષ્ક્રિયાસૂર, દશવૈકાલિકસૂત્રા", ઉત્તરાધ્યયનસૂત્ર", અનુયોગ-દ્વારસૂત્ર , વ્યવહારસૂત્ર”, નિશીથસૂત્રલ, દશાશ્રુતસ્કંધ સૂત્ર આદિ આગમોમાં વપરાયો છે. (૪) શિક્ષા આપવી તેને દંડ કહેવામાં આવે છે:
આ અર્થ સૌથી પ્રથમ સૂત્રકૃતાંગસૂત્રમાં પ્રાપ્ત થાય છે. સૂત્રકૃતાંગસૂત્રમાં ૧
૧૩૩