________________
સાધનામાં સ્થિરતા થતી જાય છે. મનની મક્કમતા વધતી જાય છે. (૧૬) પગ લૂછવાના સાધનને દંડ કહેવાય છે?
અભિધાન રાજેન્દ્રપ કોષમાં આ અર્થ પ્રાપ્ત થાય છે. પગ લૂછવાના સાધનનો તેમાં દંડ તરીકેના અર્થમાં વપરાશ કર્યો છે. (૧) વાંસની લતાને પણ દંડ કહેવાય છે?
આ અર્થ અભિધાન રાજેન્દ્રક કોષમાં પ્રાપ્ત થાય છે. અભિધાન રાજેન્દ્રકોષમાં તેનો અર્થ વાંસની લતાના અર્થમાં વપરાયો છે. (૧૮) ચૈત્યવંદન સ્તવને પણ દંડ કહેવાય છે?
આ અર્થ પછી અભિધાન રાજેન્દ્રકોષમાં પ્રાપ્ત થાય છે. અભિધાન રાજેન્દ્રકોષમાં તેનો અર્થ ચૈત્યવંદન સ્તવ થાય છે. અર્થાત્ સ્તુતિ થાય છે. તેમાં આત્માને હળવાશ મળે છે. અંતરમાં પ્રસન્નતા થઈ જાય છે. સદ્ગતિનો બંધ પણ તેનાથી પડી શકે છે.
આ રીતે દંડ શબ્દના જુદા જુદા ૧૮ અર્થો બતાવેલાં છે. બીજા આપેલા દંડના અર્થમાં અમુક અર્થો સ્વના માટે વપરાય છે. અમુક અર્થો પરના માટે વપરાય છે. દંડક પ્રકરણમાં મન, વચન અને કાયાના વ્યાપારને માટે દંડ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ જ દંડ શબ્દના અર્થને અનુસરી દંડક પ્રકરણમાં દંડનું વિવેચન કરવામાં આવેલ છે.
બીજાના ઘરે રખડનાર માર ખાય જ અને તેનું નામ જ દંડાવું. આત્મા ઇન્દ્રિયોના વિષયોમાં મનના વિભાવી સ્વભાવમાં રખડતો હોવાથી દંડાય છે આ દંડ શબ્દના અર્થને પણ અનુસરી દંડક પ્રકરણમાં દંડનું વિવેચન કરવામાં આવેલ છે.
૧૩૮
૧૩૮