________________
(૭૯) કરણ દ્વાર :
કરણ પંચાવન છે. નારકીના દંડકમાં ૪૫ કરણ, ૧૦ ભવનપતિના ૧૦ અને વ્યંતરનો ૧ એ ૧૧ દંડકમાં ૪૮ કરણ, પૃથ્વી-પાણી-વનસ્પતિમાં ૩૧ કરણ, તેઉમાં ૩૦ કરણ, વાયુના દંડકમાં ૩૨ કરણ, બેઇન્દ્રિયમાં ૩૩, તે ઇન્દ્રિયમાં ૩૪, ચૌરેન્દ્રિયમાં ૩૫, સમુચ્છિમ તિર્યંચમાં ૩૬, ગર્ભજ તિર્યંચમાં પર, ગર્ભજ મનુષ્યમાં ૫૫ કરણ,
જ્યોતિષીમાં ૪૫ અને વૈમાનિકના દંડકમાં ૪૫ કરણ જાણવાં. (૮૦) નિવૃતિ દ્વારઃ
નિવૃતિ ૮૨ છે. (૮૧) દંડ દ્વારઃ
દંડ પાંચ પ્રકારના છે. (૧) અર્થદંડ (૨) અનર્થદંડ (૩) હિંસાદંડ (૪) અકસ્માત દંડ અને (૫) દષ્ટિ વિપર્યાસ દંડ.
(૧) અર્થદંડ તે પોતાને કાર્યો દંડાય. (૨) અનર્થ દંડ તે પોતાના સ્વાર્થ સિવાય ફોગટનો પરનાં કાર્યો દંડાય. (૩) હિંસાદંડ એ જીવઘાત કરવાથી દંડાય તે (૪) અકસ્માત દંડ તે જેને મારવા ધારેલ છે તેને મારતાં વચમાં બીજાને મરાય તે. (૫) દૃષ્ટિ વિપર્યાસ દંડ તે સમજ ફેરથી પોતાના મિત્રને શત્રુ જાણીને મારે તે. એ પાંચ દંડ ચોવીસે દંડકમાં છે. (૮૨) ક્રિયાકાર -
જેના થકી કર્મ ઉપાર્જન કરી શકાય છે તેને ક્રિયા કહે છે. તેનાં પાંચ પ્રકાર છે. પાંચ ક્રિયાઓ ચોવીસે દંડકમાં છે. (૮૩) પરિગ્રહ દ્વાર -
પરિગ્રહ એટલે મૂછભાવ પદાર્થ ઉપર મમત્વભાવ રાખવો તેને પરિગ્રહ કહે છે. તેના ત્રણ પ્રકાર છે. (૧) કર્મ (૨) શરીર અને (૩) બાહ્ય ભંડોપગરણાદિ પરિગ્રહ એ ત્રણ પ્રકારના પરિગ્રહ પાંચ સ્થાવર ને નારકી એ છ દંડક વર્જીને બાકીના ૧૮
૧૧૦