________________
સ્થિતિકાળ માન તેનું નામ કાયસ્થિતિ કહે છે.
(૭૩) જઘન્ય ઉત્કૃષ્ટ ભવદ્વાર :
જે દંડકમાં જીવ વર્તમાન ભવે છે. તે વર્તમાન ભવ પૂરો કરી મરણ પામી તે દંડકમાં અંતર રહિત ફરી ઉપજે. એવી રીતે નિરંતર કેટલા ભવ કરે તે કહે છે. નારકીના દંડકમાં અને દેવતાના ૧૩ દંડકમાં જઘન્ય ઉત્કૃષ્ટ એક ભવ કરે. વનસ્પતિ વર્જીને ચાર સ્થાવરમાં જધન્ય ૧-૨-૩ ભવ કરે અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા ભવ કરે. વનસ્પતિમાં જઘન્ય ૧-૨-૩ ભવ કરે અને ઉત્કૃષ્ટ અનંતા ભવ કરે. ત્રણ વિકલેન્દ્રિયમાં જઘન્ય ૧૨-૩ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવ કરે. તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યમાં જઘન્ય ૧-૨૩ ભવ અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. તેથી વધારે ન કરે.
(૭૪) મરદ્વાર :
મરણ બે પ્રકારનાં છે સમોહિયા મરણ અને અસમોહિયા મરણ. બે પ્રકારનાં મરણ ૨૪ દંડકવાળા જીવોને છે.
(૭૫) આયુષ્યબંધ દ્વાર :
જીવ છ બોલની બંધી સાથે પરભવનું આયુષ્ય બાંધે છે. ચોવીસે દંડકમાં આયુષ્ય બંધના છએ બોલ છે.
(૭૬) ગતિ આગતિ દ્વાર :
દંડક પ્રકરણમાં તેનું વર્ણન કરેલું છે તે પ્રમાણે સમજવું.
(૭૭) અધ્યવસાય દ્વાર :
દરેક સંસારી જીવોને પ્રશસ્ત અને અપ્રશસ્ત અધ્યવસાય હોય છે. ચોવીસે દંડકમાં
બે પ્રકારના અધ્યવસાય છે.
(૭૮) બંધ હેતુ દ્વાર :
દરેક જીવ જે કર્મ બંધન કરે છે તેના મૂળ હેતુ પાંચ અને ઉત્તર હેતુ ૫૭ છે.
૧૦૯