________________
(૬૭) વિરહ દ્વાર :
વિરહકાળ એટલે એક જીવ ઉત્પન્ન થયા પછી બીજા જીવો કેટલા કાળને અંતરે ઉત્પન્ન થાય અથવા ઓવે. એમ દરેક દંડકમાં કહેવું. પાંચ સ્થાવર વર્જીને ૧૦ દંડકમાં ઉપજવા અને અવવાનો જઘન્ય વિરહ ૧ સમયનો છે. પાંચ સ્થાવરમાં વિરહ પડતો નથી. (૬૮) શૂન્યકાળાદિ દ્વાર :
કાળમાં શૂન્યકાળ, અશૂન્યકાળ અને મિશ્રકાળ છે. શૂન્યકાળ વનસ્પતિ વર્જીને બાકીના ૨૩ દંડકમાં છે. અશુન્ય કાળ ચોવીસે દંડકમાં છે. મિશ્રકાળ ચોવીસે દંડકમાં છે. અર્થાત વનસ્પતિના દંડકમાં શૂન્યકાળ વર્જીને બાકીના બે કાળ છે. (૨૯) અવગાહના દ્વારઃ
પદાર્થની ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ અને જાડાઈનું જે માપ તે અવગાહના કહેવાય. દેવતાના ૧૩ દંડકમાં ઉત્તર વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના લાખ જોજનની છે. મનુષ્યના દંડકમાં લાખ જોજન ઝાઝેરી જાણવી. તિર્યંચ પંચેન્દ્રિયના દંડકમાં 600 જોજનની છે. વાયરાની અંગુલના અસંખ્યાતમાં ભાગની ઉત્કૃષ્ટ અવગાહના જાણવી. બાકીના ૪ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયની ઉત્તર વૈક્રિય અવગાહના નથી. આ રીતે પાંચેય શરીરની અવગાહના જુદા જુદા દંડકમાં જુદી જુદી જાણવી. (૭૦) સ્થિતિકાર :
સ્થિતિ બે પ્રકારની છે. (૧) સંખ્યાતી, (૨) અસંખ્યાતી ૨૪ દંડકમાંથી જ્યોતિષી અને વૈમાનિક એ બે દંડક વર્જીને બાકીના ૨૨ દંડકની સંખ્યાની સ્થિતિ
જાણવી.
(૭૧) ભવ સ્થિતિ દ્વાર :
આ કારનું વર્ણન દંડક પ્રમાણમાં આપેલા સ્થિતિ દ્વારા પ્રમાણે સમજવું. (૭૨) કાયસ્થિતિ દ્વાર :
ફરી ફરી મરણ પામીને તેની તે જ કાયમાં ઉત્પન્ન થાય તો તેની અપેક્ષાએ
૧૦૮