________________
(૩) સંજ્ઞાકાર :
સંજ્ઞા એટલે અભિલાષ અથવા જ્ઞાન. બે પ્રકારની સંજ્ઞા છે. (૧) જ્ઞાન સંજ્ઞા, તે પાંચ પ્રકારની છે અને (૨) અનુભવ સંજ્ઞા તે ચાર પ્રકારની છે. (૧) આહાર સંજ્ઞા, (૨) ભય સંજ્ઞા, (૩) મૈથુન સંજ્ઞા અને (૪) પરિગ્રહ સંજ્ઞા. ચોવીસે દંડકમાં આ ચાર સંજ્ઞા છે. તેમાં નરકના દંડકમાં ભયસંજ્ઞા ઘણી છે. તિર્યંચના દંડકમાં આહાર સંજ્ઞા ઘણી છે. મનુષ્યના દંડકમાં મૈથુન સંજ્ઞા ઘણી છે અને દેવતાના દંડકોમાં પરિગ્રહ સંજ્ઞા ઘણી છે. (૬૪) યોનિદ્વારઃ
જીવો, તૈજસ, કાર્મણ શરીરથી ઔધારિકાદિ ભવધારણીય દેહ યોગ્ય પુદ્ગલોની સાથે જોડાય તે ઉત્પત્તિ સ્થાનને યોનિ કહેવાય છે. તે યોનિના ૪ રીતે ત્રણ ત્રણ પ્રકારો પડેલા છે. વળી ૮૪ લાખ યોનિ પણ છે. ૧ નારકીનો ૧૩ દેવતાના અને એક તિર્યંચ પંચેન્દ્રિયનો એ ૧૫ દંડકવાળા જીવોની ચાર ચાર લાખ યોનિ છે. પૃથ્વી, અપ, તેલ વાલ એ ચાર દંડકવાળી સાત સાત લાખ યોનિ છે. વનસ્પતિના દંડકમાં ૨૪ લાખ યોનિ છે. બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય એ ત્રણ દંડકવાળાની બે બે લાખ યોનિ છે. મનુષ્યના દંડકવાળાની ૧૪ લાખ યોનિ છે. (૬૫) કુલ કોડી કારઃ
- નારકીની ૨૫ લાખ, દેવતાની ર૬ લાખ, પૃથ્વીની ૧૨ લાખ, અપ, વાઉ બેકેન્દ્રિય એ ત્રણના સાત સાત લાખ કુળ છે. તેઉના ૩ લાખ કુળ છે. વનસ્પતિના ૨૮ લાખ કુળ છે. તે ઇન્દ્રિયના ૮ લાખ કુળ છે. ચૌરેન્દ્રિયના નવ લાખ કુળ છે. મનુષ્યના ૧૨ લાખ કુળ છે. તિર્યંચ પંચેન્દ્રિયના પ૩ લાખ કુળ છે. સર્વે મળી કુલ ૯૭ લાખ કોડી છે. (૯૬) સ્થાનક દ્વાર : " સંખ્યાતા અને અસંખ્યાતા જોજનના નરકાવાસમાં અનુક્રમે સંખ્યાતા, અને અસંખ્યાતા નારકીઓ રહે છે. સંખ્યાતા અને અસંખ્યાતા જોજનવાળા ભુવનમાં અસંખ્યાતા દેવો રહે છે. આ રીતે ૨૪ દંડકમાં સમજવું.
૧૦૧