________________
(૫૮) સંઘયણ દ્વાર ઃ
હાડકાના સમૂહની સંધીનું બંધારણ તેને સંઘયણ કહે છે. તે સંઘયણ છ છે. ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજ તિર્યંચના દંડકે છ એ સંઘયણ હોય. પાંચ સ્થાવર. ત્રણ વિકલેન્દ્રિય એ ૮ દંડકમાં તથા સમુચ્છિમ મનુષ્ય તથા સમુચ્છિમ તિર્યંચને એક સેવાર્ત સંઘયણ હોય. નારકીનો ૧ અને દેવતાના ૧૩ એ ૧૪ દંડકે એય સંઘયણ નથી. (૫૯) સંસ્થાન દ્વાર :
જીવને શુભાશુભ લક્ષણવાળી શરીરની આકૃતિ અથવા આકાર વિશેષ હોય તેને સંસ્થાન કહે છે. જીવ સંબંધી સંસ્થાન ૬ પ્રકારનાં છે. અજીવ સંબંધી સંસ્થાન પાંચ પ્રકારનાં છે. દેવતાના ૧૩ દંડકમાં એક સમચતુસ્ર છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય તથા ગર્ભજ મનુષ્યના દંડકમાં છ સંસ્થાન છે. પાંચ સ્થાવરનાં ઠંડકમાં હુંડક સંસ્થાન છે. (૬૦) પ્રાણ દ્વાર :
પ્રાણ એટલે આત્માનું જીવન, લક્ષણ. આ જીવતો છે એમ પ્રાણથી જ ઓળખાય છે. પ્રાણને ધારણ કરે તે પ્રાણીજીવ કહેવાય છે. પ્રાણ બે પ્રકારના છે. (૧) દ્રવ્ય પ્રાણ, ૧૦ પ્રકારના છે અને (૨) ભાવ પ્રાણ, આત્માના જ્ઞાનાદિ ગુણને જાણવા.
પાંચ સ્થાવરના દંડકમાં ચાર પ્રાણ છે. બે ઇન્દ્રિયને ૬ પ્રાણ, તેઇન્દ્રિયને ૭ પ્રાણ. ચૌરેન્દ્રિયને ૮ પ્રાણ. અસંશી તિર્યંચ પંચેન્દ્રિયને ૯ પ્રાણ અને સંશીના ૧૬ દંડકમાં ૧૦ પ્રાણ છે.
(૬૧) દેવદ્વાર :
દેવના પાંચ પ્રકાર છે. (૧) ભવ્ય દ્રવ્યદેવ, (૨) નરદેવ, (૩) ધર્મદેવ, (૪) દેવાધિદેવ અને (૫) ભાવ દેવ. દેવતાના ૧૩ દંડકમાં એક ભાવદેવ છે. તિર્યંચ પંચેન્દ્રિયના દંડકમાં એક ભવ્યદ્રવ્યદેવ છે. મનુષ્યના દંડકમાં ભાવદેવ વર્જીને શેષ ચાર દેવ છે. પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને ૧ નરકના એ નવ દંડકમાં એકે દેવ નથી. (૬૨) ગતિ આગતિ દ્વાર :
આ દ્વારનું વર્ણન દંડક પ્રકરણમાં આપેલા દ્વાર પ્રમાણે સમજી લેવું.
૧૦૬