________________
(૩૦) જાગૃતાદિ દ્વાર :
જાગતાં, સૂતાં અને સૂતાં જાગતાં-મનુષ્યના દંડકમાં ત્રણે બોલ, તિર્યંચ પંચેન્દ્રિયના દંડકમાં સૂતાં, સૂતાં-જાગતાં એ બે બોલ અને ૨૨ દંડકમાં એક બોલ સૂતાનોં બોલે.
(૩૧) ધર્મઆદિ દ્વાર :
સર્વ વિરતીને ધર્મ, અવિરતીને અધર્મી અને દેશવિરતિને ધર્મ-અધર્મી કહે છે. મનુષ્યનાં દંડકમાં ત્રણે બોલ, તિર્યંચ પંચેન્દ્રિયના દંડકમાં અધર્મી અને ધર્માધર્મી એ બે બોલને શેષ ૨૨ દંડકમાં અધર્મી છે.
(૩૨) આચાર દ્વાર :
આચરણ કરવું તે આચાર છે. તેના પાંચ પ્રકાર છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. મનુષ્યના દંડકમાં પાંચ આચાર છે. તિર્યંચ પંચેન્દ્રિયના દંડકમાં દર્શનાચાર, તપાચાર, વીર્યાચાર એ ત્રણ આચાર છે. ૧. નારકીનો અને ૧૩ દેવતાના એ ૧૪ દંડકમાં દર્શનાચા૨ અને વીર્યાચાર એમ બે આચાર છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિય એમ આઠ દંડકમાં એકે આચાર નથી.
(૩૩) સમિતિ ગુપ્તિ દ્વાર :
તીર્થંકરદેવની આજ્ઞા પ્રમાણે સંયમમાં પ્રવર્તવું તેને સમિતિ કહે છે. સિમિત પાંચ છે. એ પાંચેય સમિતિ મનુષ્યના દંડકમાં છે. બાકીના ૨૩ દંડકમાં નથી. એ પાંચે સમિતિ ચારિત્રના આચારરૂપ છે.
(૩૪) સરાગ વીતરાગ દ્વાર :
સરાગ એટલે રાગદ્વેષની પ્રવૃત્તિ સહિત. વીતરાગ એટલે રાગદ્વેષની પ્રવૃત્તિ રહિત. મનુષ્યના દંડકમાં બન્ને છે અને બાકીના ૨૩ દંડકમાં એક સરાગી છે. (૩૫) પ્રણિધાન દ્વાર :
દયા, દાન, સંયમ, શીલયુક્ત જે વ્યાપાર તેને સુપ્રણિધાન કહે છે. તેના ત્રણ પ્રકાર છે. સંશીના ૧૬ દંડકમાં ત્રણેય છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિય એ ૮ દંડકમાં સુપ્રણિધાન નથી.
૧૦૦