________________
દુષ્ટ પ્રકારે જે વ્યાપાર તેને દુઃપ્રણિધાન કહે છે. તેના ત્રણ પ્રકાર છે. સંજ્ઞીના ૧૬ દંડકમાં ત્રણેય છે. વિકલેન્દ્રિયમાં ત્રણ દંડકમાં મન વર્જીને બે છે. પાંચ સ્થાવરમાં એક કાયદુપ્રણિધાન છે. (૩૬) ત્રણ પ્રકારનાં દંડ દ્વારઃ
જેના જીવના સુકૃત્યાદિક દ્રવ્ય લૂંટાય તેને દંડક કહે છે. તેના ત્રણ પ્રકાર છે. મનનો દંડ, વચનનો દંડ અને કાયાનો દંડ. સંજ્ઞીના ૧૬ દંડકમાં ત્રણે દંડ છે. ૩ વિકલેન્દ્રિયમાં વચન, કાયાનો એ બે દંડ છે. પાંચ સ્થાવરમાં ૧ કાયાનો દંડ છે. (૩૭) કલ્પ દ્વારઃ
કલ્પ પાંચ પ્રકારના છે. (૧) સ્થિત કલ્પ (૨) અસ્થિત કલ્પ (૩) સ્થીર કલ્પ (૪) જિનકલ્પ અને (૫) કલ્પાતિત. મનુષ્યના દંડકમાં પાંચે કલ્પ છે. બાકીના ૨૩ દિંડકમાં એકેય કલ્પ નથી. મનુષ્યમાં પણ સંયતિ મનુષ્યમાં છે. બાકીનાને નથી. (૩૮) ભાવ દ્વારઃ
ભાવ એટલે આત્માના પરિણામ વિશેષ. તેના પાંચ પ્રકાર છે. સંજ્ઞીના ૧૬ દંડકમાં પાંચ ભાવ છે. પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય એ ૮ દંડકમાં ઉદય, ક્ષયોપશમ, પારિણામિક એ ત્રણ ભાવ છે. (૩૯) તત્ત્વ દ્વાર :
તત્ત્વ ૯ છે. મનુષ્યના દંડકમાં નવ તત્ત્વ લાભે. મનુષ્ય વર્જીને સંજ્ઞીના ૧૫ દિંડકમાં, મોક્ષ વર્જીને બાકીના આઠ તત્ત્વો હોય છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિયમાં સંવર, નિર્જરા, મોક્ષ એ ત્રણ વર્જીને બાકીનાં છ તત્ત્વ હોય છે. (૪૦) ધ્યાન દ્વારઃ - શુભ અને અશુભ તેમ જ શુદ્ધ વિચાર કરવા અથવા ચિંતવના કરવી તેને ધ્યાન કહે છે. તેના ચાર ભેદ છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. મનુષ્યના દંડકમાં ચારે ધ્યાન છે. મનુષ્ય વર્જીને શેષ સંજ્ઞીના ૧૫ દંડકમાં પ્રથમનાં ત્રણ ધ્યાન છે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયમાં સત્તારૂપે પહેલાં બે ધ્યાન છે.
૧૦૧