________________
(૨) સર્વાર્થસિદ્ધિ :
તત્ત્વાર્થ ૫૨ પૂજ્યપાદે સર્વાર્થસિદ્ધિ નામની વૃત્તિ રચી હતી. સોળ સ્વર્ગોથી ઉપર બધાથી ઊંચે પાંચ અનુત્તર વિમાનનું નામ સર્વાર્થસિદ્ધ છે. જે જીવ સર્વાર્થ સિદ્ધિમાં ઉત્પન્ન થાય છે તે એકાવતારી બની નિયમથી મોક્ષ પ્રાપ્ત કરે છે. સર્વાર્થસિદ્ધિમાં એક પણ શબ્દ વ્યર્થ પ્રયુક્ત થયો નથી. તત્ત્વાર્થસૂત્રનું ટીકાગ્રંથ હોવાથી સર્વાર્થસિદ્ધિમાં પણ તે જ વિષયોનું વિવેચન છે. જેનો નિર્દેશ તત્ત્વાર્થસૂત્રમાં છે. દશ અધ્યાયોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમ અધ્યાયમાં છઠ્ઠાસૂત્રમાં પૂજ્યપાદે પ્રમાણની જેમ શ્રુતજ્ઞાનને સ્વાર્થ અને પરાર્થ બતાવ્યું છે તથા તેનો ભેદ નય છે. સત્ સંખ્યા આદિસૂત્રની વૃત્તિમાં સત્ આદિ આઠ અનુયોગો દ્વારા ૧૪ માર્ગણાઓમાં ગુણસ્થાનોનું વિવેચન સારી રીતે કર્યું છે. જેનો આધાર ‘ખંડાગમ, જીવઢાણનાસૂત્ર છે. ૩૩મા સૂત્રની વૃત્તિમાં નયના સાત ભેદોનું સ્વરૂપ સુંદર રીતે બતાવ્યું છે. બીજા અધ્યાયમાં ત્રીજા સૂત્રમાં કાલલબ્ધિ નામથી જ લબ્ધિઓનો નિર્દેશ કર્યો છે. ત્રીજો અને ચોથો અધ્યાય લોકઅનુયોગથી સંબંધ છે. તેમાં ત્રણ લોકનું વર્ણન છે. પાંચમા અધ્યાયમાં દ્રવ્યોનું કથન હોવાથી તેમાં પૂજ્યપાદે અનેક દાર્શનિક ચર્ચાઓ કરી છે. છઠ્ઠા અધ્યાયમાં સૂત્રથી કેવલી,, શ્રુત, સંઘ અને દેવોના અવર્ણવાદથી દર્શન મોહનીય કર્મનો આશ્રવ બતાવેલ છે. સાતમા અધ્યાયમાં “રાત્રિભોજન” ત્યાગ નામનું એક છઠ્ઠું અણુવ્રત પણ છે. આઠમા અધ્યાયમાં કર્મબંધનું અને કર્મના ભેદ-પ્રભેદોનું વર્ણન છે. નવમા અને દશમા અધ્યાયોની વ્યાખ્યામાં પણ અનેક સૈદ્ધાંતિક વાતોનું કથન સંક્ષેપમાં પરંતુ સુંદર અને સ્પષ્ટ રીતે કર્યું છે.
આમ ઇતિહાસ સિદ્ધાંતમાં બધા આગમોનો પરિચય કરાવ્યો છે. નિર્યુક્તિઓ અને નિર્યુક્તિકારનો, ભાષ્યો અને ભાષ્યકારનો, ચૂર્ણિઓ અને ચૂર્ણિકા૨નો, ટીકાઓ અને ટીકાકારનો વિશેષ રીતે પરિચય આપ્યો છે. દિગંબર પરંપરાના કર્તાઓ અને તેમની કૃતિઓ, અન્ય કર્તાઓ અને તેમની કૃતિઓ પર પ્રકાશ પાડ્યો છે. કષાય પાહુડ, પખંડાગમ, મહાબંધ આદિ ગ્રંથો અને ગ્રંથકારની ઓળખ કરાવી છે. અંતમાં તત્ત્વાર્થ વિષયક સાહિત્યમાં પણ જૈનેન્દ્ર વ્યાકરણ અને સર્વાર્થ સિદ્ધિ ગ્રંથની અને ગ્રંથકારની માહિતી આપી છે. જ્યાં અર્થની વિચારણા કરવામાં આવે છે તેને પ્રકરણ કહે છે. એવા અનેક પ્રકરણોનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે.
ЧЕ