________________
ઉત્તર ભાગ શરૂ થાય છે. આ ખંડમાં મહાકર્મ પ્રકૃતિ પ્રાભૃતના ૨૪ અનુયોગદ્વારોમાંથી બે અનુયોગદ્વાર સંક્ષિપ્ત કરેલા છે. કૃતિ અનુયોગદ્વાર અને વેદના અનુયોગદ્વાર એ બંનેમાં વેદનાનું પ્રાધાન્ય હોવાથી આ ખંડનું નામ વેદના રાખવામાં આવ્યું છે. પાંચમા ખંડનું નામ વર્ગણા ખંડ છે. તેમાં ૧૬ ઇવાન્તર અનુયોગદ્વાર છે. તેનાં ૩૩ સૂત્ર છે. આ રીતે પાંચમાં વર્ગણાખંડની સમાપ્તિ સાથે ભૂતબલી વિરચિત પખંડાગમના પાંચ ખંડ સમાપ્ત થઈ જાય છે. મહાબંધને તેનાથી અલગ સ્વતંત્રરૂપમાં ગણવામાં આવે છે. તેથી વર્ગણાખંડની સાથે જ પખંડાગમ નામનો ગ્રંથ સમાપ્ત થઈ જાય છે.
મહાબંધ :
મહાબંધ સિદ્ધાંતગ્રંથના રચયિતા પણ આચાર્ય ભૂતબલિ છે. આ સિદ્ધાંત ગ્રંથ પખંડાગમનો અંતિમ ખંડ છે. મહાબંધમાં જ્ઞાનાવરણીયની પ્રકૃતિઓના નિમિત્તથી જ્ઞાનના ભેદનું વિવેચન તો પ્રકૃતિ અનુયોગદ્વાર પ્રમાણે કર્યું છે. પરંતુ બાકીના સાત કર્મોની પ્રકૃતિઓની માત્ર સંખ્યા બતાવી છે. મહાબંધમાં પણ તીર્થંકર પ્રકૃતિ બંધનાં ૧૬ કારણ બતાવ્યા છે. પ્રકૃતિબંધાધિકાર, સ્થિતિબંધાધિકાર, અનુભાગ બંધાધિકાર અને પ્રદેશાબંધાધિકારનું વિસ્તૃત વર્ણન અનુયોગદ્વારો પ્રમાણે કરેલું છે.
આમ મહાબંધની અંતર્ગત ઉપર્યુક્ત ચારેય અધિકારોની શૈલી અને અનુયોગ દ્વારા આદિ બધું સમાન છે. માત્ર આધારભૂત પ્રકૃતિબંધ, સ્થિતિબંધ આદિ બધાંને કારણે જ વિષયભેદ જોવા મળે છે. મહાબંધના ઉપર્યુક્ત વસ્તુ વિશ્લેષણથી આ સ્પષ્ટ છે કે આ સિદ્ધાંત ગ્રંથમાં અનુયોગદ્વાર પૂર્વકબંધના ભેદોનું વિવેચન કરવામાં આવેલ છે. વાસ્તવમાં બંધનું આવું સૂક્ષ્મ અને વિસ્તૃત પ્રતિપાદન અન્યત્ર દુર્લભ છે. (૧) જૈનેન્દ્ર વ્યાકરણ:
શ્રવણવેલ ગોલાના શિલાલેખમાં પૂજ્યપાદને જૈનેન્દ્ર વ્યાકરણના રચયિતા બતાવ્યા છે. જૈનેન્દ્રની હસ્તલિખિત પ્રતિઓ પણ મળે છે.
૫૮