________________
(૧) કષાય પાહુડ:
કષાય પ્રાભૃત પ્રાકૃતગાથાઓમાં નિબદ્ધ છે. તેની કુલ ૨૨૩ ગાથા છે. તેમાં ૧૫-અધિકારો છે. ગ્રંથની રચના જન સાધારણ માટે કરી નથી. પરંતુ કર્મસિદ્ધાંતના પારગામી બહુશ્રુતો માટે કરવામાં આવેલ છે. પ્રશ્નાત્મક પ્રણાલી ખૂબ જ પ્રાચીન છે.
કષાય પાહુડ, પખંડાગમ આદિ સમસ્ત કરણાનુયોગ વિષયક કર્મસિદ્ધાંતથી જોડાયેલું છે. કર્મના મૂળ આઠ ભેદ છે. તેમાં ૧૫૮ ભેદ છે. જેને કર્મની પ્રકૃતિઓ કહેવાય છે. તે કર્મોની બંધ, સત્તા, અપકર્ષણ આદિ ૧૦ અવસ્થાઓ હોય છે. આગળ ચતુસ્થાન અર્થાધિકારનું મંથન છે. તેમાં ચાર પ્રકારના કષાયનું વર્ણન છે. ત્યારબાદ સમક્તિનું વર્ણન કરતાં ક્ષાયક સમક્તિની વિસ્તૃત વ્યાખ્યા કરી છે. આ રીતે આચાર્ય ગણધરે આ ગ્રંથમાં મોહનીય કર્મની પ્રકૃતિ સત્વ, સ્થિતિ સત્વ, અનુભાગ સત્વ અને પ્રદેશ સત્વના પૃચ્છા સાથે બંધ, ઉદય, ઉદિરણાનો માત્ર નિર્દેશ કરીને સંક્રમણનું વિસ્તારથી વર્ણન કર્યું છે.'
પખંડાગમ :દિગંબર પરંપરાનો બીજો મહત્વપૂર્ણ ગ્રંથ પખંડગમ છે. ધરસેનચાર્યે પુષ્પદંત અને ભૂતબલિ નામના મુનિઓને મહાકર્મપ્રકૃતિ પ્રાભૃતનું અધ્યયન કરાવવું ગુરુ દ્વારા પ્રાપ્ત પોતાના જ્ઞાનના આધારે જ તે બંને આચાર્યોએ પખંડાગમની રચના કરી. પખંડાગમસિદ્ધાંતનો આગળનો ભાગ વનવાસદેશમાં અને બાકીનો ગ્રંથ દ્રવિડ દેશમાં રચયો હશે. આ ગ્રંથની શૈલી આગમિક સૂત્રશૈલી છે. પ્રથમ ખંડનું નામ જીવસ્થાન છે. તેના આઠ અનુયોગદ્વાર છે. પ્રથમ અનુયોગદ્વાર સત્વરૂપણાના કર્તા આચાર્ય પુષ્પદંત છે. બાકીના કર્તા આચાર્ય ભૂતબલિ છે. સત્રરૂપણાના ૧૭૭ સૂત્રો છે. બીજા ખંડનું નામ ખુદ્ધબંધ છે. તેમાં શુદ્રરૂપથી કર્મબંધનું વિવેચન છે. નારકીજીવ, તિર્યંચ, દેવ બંધક છે. પરંતુ મનુષ્ય બંધકપણ છે અને અબંધકપણ છે. આગળ આ બંધકોના ૧૧ અનુયોગદ્વાર બતાવ્યા છે. ત્રીજા ખંડનું નામ બંધસ્વામિત્વ છે. તેની સૂત્ર સંખ્યા ૩૨૪ છે. ત્રીજા ખંડમાં સામાન્ય પ્રવૃતિઓનો નામ નિર્દેશ કરીને બંધક અને અબંધક ગુણસ્થાનોનો નિર્દેશ કર્યો છે. ચોથા ખંડનું નામ વેદનાખંડ છે. આ ખંડથી પખંડાગમનો
પશે.