________________
(૨૧) વીશ સ્થાનક વિચારામૃત સંગ્રહ
આ કૃતિના રચયિતા તપાગચ્છના જિનહર્ષસૂરિ છે. ૨૮૦૦ શ્લોક પ્રમાણ આ કૃતિમાં ૨૦ સ્થાનકના તપ, કથાનકો વિસ્તારથી આપ્યા છે. ' (૨૨) ચર્ચરી :
આ અપભ્રંશ કૃતિનાં ૪૭ પદ્ય છે. એની રચના ખડતરગચ્છ જિનદત્તસૂરિએ કરી છે. એમાં વિધિચૈત્યગૃહની વિધિ, ઉસૂત્રભાષણનો નિષેધ ઇત્યાદિ વાતોને સ્થાન આપ્યું છે. (૨૩) કાલ સ્વરૂપ ફલક :
એના કર્તા જિનદત્તસૂરિ છે. આ રચનામાં વિવિધ દષ્ટાંતો આપવામાં આવ્યાં છે. અપભ્રંશ તથા “પદ્ધરિકા” છંદમાં આ કૃતિ રચિત છે. (૨૪) આગમિક વસ્તુ વિચાર સારઃ
આ જૈન મહારાષ્ટ્રમાં ૮૬ પદ્યની રચના છે. આ પ્રાચીન કર્મગ્રંથોમાંથી એક માનવામાં આવે છે. એમાં જીવ માર્ગણા, યોગ, ૫યોગ અને વેશ્યાનું નિરૂપણ છે. એના રચયિતા ખરતરગચ્છના જિનવલ્લભસૂરિ છે. (૨૫) સ્માર્થ વિચાર સાર :
આ કૃતિ પણ જિનવલ્લભસૂરિની છે. તેઓ નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય હતા. એમાં કર્મસિદ્ધાંતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. (૨૬) પ્રશ્નોત્તર રત્નમાલાપ :
૨૯ પદ્યોની આ કૃતિ સર્વમાન્ય, સામાન્ય નીતિ પર પ્રશ્ન અને ઉત્તરથી પ્રકાશ પાડે છે. એના પ્રણેતા વિમલસૂરિ છે. (૨૭) સર્વસિદ્ધાંત વિષમપદ પર્યાયઃ
આ કૃતિ શ્રી ચંદ્રસૂરિની છે. તે કૃતિ ૨૨૬૪ શ્લોક પ્રમાણ છે. તેમાં વિવિધ આગમોની વ્યાખ્યાઓમાં આવવાવાળા દુર્બોધ પર પ્રકાશ પાડે છે. •
૫૬