________________
છે. તેમાં સમયના નિરૂપણથી અસ્તિકાયનું લક્ષણ, સંસારી જીવનું સ્વરૂપ, રત્નત્રયનાલક્ષણ આદિ વિષયોનું વર્ણન કર્યું છે. (૫) આઠ પ્રાહુડ:
આચાર્ય કુંદકુંદે આઠ પાહુડો જૈન શૌરસેનીમાં પદ્યાત્મક રચેલા છે. (૧) દર્શન પાહુડમાં દ્રવ્ય અને નિશ્ચયથી સમક્તિની વાતો લખી છે. (૨) ચારિત્ર પાહુડમાં ચારિત્ર અને તેના પ્રકારો બતાવ્યા છે. (૩) સુત પાહુડમાં અચલકતાની વાત બતાવી છે. (૪) ભાવપાહુડમાં દ્રવ્યલિંગ અને ભાવલિંગની સ્પષ્ટતા કરી છે. (૬) મોક્ષ પાહુડમાં પરમાત્માનું સ્વરૂપ વર્ણવેલું છે. (૭) લિંગ પાહુડમાં લિંગ વિષય નિરૂપણ કરેલું છે. (૮) સીલ પાહુડમાં શીલનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. (૯) જીવ સમાસર :
- આ ગ્રંથના કર્તા અજ્ઞાત છે. જૈન મહારાષ્ટ્રીમાં રચિત છે. તેમાં ચાર નિક્ષેપ ૧૪ માર્ગણાઓ, આહાર, ૧૪ ગુણસ્થાન, નરકાદિના પ્રકાર. નયના પ્રકારો આદિ વિષયોનું નિરૂપણ કરવામાં આવેલ છે. (૭) જીવ વિચારઃ
શાંતિસૂરિએ જૈન મહારાષ્ટ્રીમાં ૫૧ ગાથામાં રચેલી છે. આ રચનામાં જીવોના સંસારી ભેદો અને પ્રભેદોનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તે ઉપરાંત સંસારી જીવોના આયુષ્ય, પ્રાણ, યોનિ આદિનો વિચાર કર્યો છે. (૮) પ્રજ્ઞાપના તૃતીય પદ સંગ્રહણીઃ
તેના સંગ્રહકર્તા નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ છે. તેમણે પન્નવણાના ત્રીજા પદ ઉપર જીવોનો ૨૭ તારોથી અલ્પબદુત્વ બતાવેલ છે. (૯) જંબુદ્વીપ સમાસ :
આ કૃતિના કર્તા ઉમાસ્વાતિ છે. તેને ક્ષેત્ર સમાસ પણ કહે છે. તેમાં ભરતક્ષેત્ર
૫૩.