________________
યંત્ર, (૬) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિનું યંત્ર, (૭) ચંદ્રપ્રજ્ઞપ્તિનું યંત્ર, (૮) રાજપ્રશ્નીય યંત્ર, (૯) વ્યવહારની હુંડી, (૧૦) સૂત્રસમાધિની હુંડી, (૧૧) દ્રૌપદીની ચર્ચા, (૧૨) સામાયિકની ચર્ચા, (૧૩) સાધુ-સમાચારી, (૧૫) ચંદ્ર પ્રજ્ઞપ્તિની ટીપ. એના સિવાય તેમના લખેલા બીજા પણ ગ્રંથો છે. એ ગ્રંથોનું હજી સુધી પ્રકાશન થયું નથી.
હિન્દી ટીકાઓ : હિન્દી ટીકાઓમાં મુનિ હસ્તિમલકૃત-દશવૈકાલિકા. સૌભાગ્ય ચંદ્રિકા, ' નંદીસૂત્રભાષાટીકા, ઉપાધ્યાય આત્મારામકૃત દશાશ્રુતસ્કંધ ગણપતિ ગુણ પ્રકાશિકા, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક આત્મજ્ઞાન પ્રકાશિકા, ઉપાધ્યાય અમરમુનિકૃત આવશ્યક વિવેચન આદિ વિશેષરૂપથી ઉલ્લેખનીય છે. તેના સિવાય હિન્દી, ગુજરાતી, અંગ્રેજી આદિ ભાષાઓમાં અનેક આગમોના અનુવાદ અને સાર પણ પ્રકાશિત થયા છે. " (૧) પ્રવચનસાર :
| દિગંબર પરંપરાના આચાર્ય કુન્દકુન્દ આ ગ્રંથના અગ્રગણ્ય ગ્રંથકાર છે. તેમાં ત્રણ અધિકાર આપ્યા છે. તેમાં કુંદકુંદાચાર્યે દ્રવ્યની ચર્ચા અનેકાંત દૃષ્ટિથી કરી છે.
(૨) સમયસાર :
શ્રી કુંદકુંદાચાર્યની જૈન સૌરસેની પદ્યમાં રચિત આ એક મહત્ત્વની કૃતિ છે. આ કૃતિમાં જીવતત્ત્વ આદિ નવ તત્ત્વોની શુદ્ધ નિશ્ચયકારી પ્રરૂપણાને અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. આ કૃતિના ૧૮૪ પદ્ય છે. (૩) નિયમસાર :
શ્રી કુંદકુંદાચાર્ય દ્વારા રચિત આ પદ્યરચના પણ જૈન શૌરસેનીમાં છે. તેમાં ૧૮૭ ગાથાઓ છે. આ ગ્રંથ ૧૨ અધિકારોમાં વિભક્ત છે. નિયમસારમાં આપ્ત, આગમ, મનુષ્ય આદિના ભેદ, અહિંસાદિ પાંચ મહાવ્રત, સિદ્ધનું સ્વરૂપ આદિ સ્થાનોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. (૪) પંચાસ્તિકાય સારસ :
પંચાસ્તિકાયસારના કર્તા કુંદકુંદાચાર્ય છે. જૈન શૌરસેનીમાં પદ્યાત્મક રચના કરી
પર