________________
પર્વતો, મેરૂ, ૩ર વિજય, લવણસમુદ્ર, ઘાતકીખંડ ઇત્યાદિના વિષયોમાં જાણકારી છે. (૧૦) સમયક્ષેત્રસમાસ :
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ રચિત આ કૃતિની ૬૩૭ ગાથાઓ છે. તેમાં પાંચ અધિકારો છે. ક્રમથી જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિ અને પુષ્કરાઈદ્વીપ આદિનું તથા પ૬ અંતરદ્વીપોનું વિસ્તૃત વર્ણન છે. (૧૧) ક્ષેત્ર વિચારણા
આ ગ્રંથના પ્રણેતા રત્નશેખરસૂરિ છે. ૨૬૪ પદ્યોમાં જૈન મહારાષ્ટ્રીમાં પ્રસ્તુતકૃતિ જિનભદ્રીય સમયક્ષેત્ર સમાસના આધાર પર તૈયાર કરી છે. (૧૨) જંબુદ્વીપ સંગ્રહણી :
શ્રી હરિભદ્રસૂરિએ ૨૪ જૈન મહારાષ્ટ્રીમાં ૨૯ પદ્યોમાં આ કૃતિની ૧૨૫ રચના કરી છે. તેમાં જંબૂદ્વીપના વિષયમાં ખંડ, યોજન, દ્રહ, નદી આદિ ૧૦ તારોથી નિરૂપણ કર્યું છે.
(૧૩) સંગ્રહણી :
એના કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે. જૈન મહારાષ્ટ્રીમાં ૩૬૭ ગાથાઓ છે. આ સંગ્રહણીમાં દેવ અને નારકોના આયુષ્ય, ભવન, અવગાહના, ચ્યવનનો વિરહકાળ, મનુષ્યો અને તિર્યંચોની અવગાહના, આયુષ્ય, આનુપૂર્વિ આદિનું વર્ણન છે. (૧૪) વિચારષત્રિશિકાસૂત્રઃ
તેને દંડક પ્રકરણ અથવા લઘુસંગ્રહણી પણ કહે છે. એની રચના ગજસારમુનિએ જૈન મહારાષ્ટ્રમાં ૪૪ ગાથાઓમાં કરી છે. એમાં તેમણે ર૪ દંડકોના વિષયમાં શરીર આદિ ૨૪ દ્વારોની જાણકારી આપી છે. સ્વયં ગજસારે તેના પર એક અવચૂર્ણિ લખી છે. તે સિવાય રામચંદ્ર એક વૃત્તિ લખી છે. મૂળકૃતિ પર સમયસુંદરની પણ એક ટીકા છે.
પ૪