________________
(૧૧) નેમિચંદ્રવિહિત – ઉત્તરાધ્યયન વૃત્તિ
-
:
નેમિદ્રનું બીજું નામ દેવેન્દ્રગણિ છે. ઉતરાધ્યયન સુખબોધવૃત્તિ સરલ હોવાના કારણે તેનું નામ સુખબોધા રાખવામાં આવેલ છે. નેમિચંદ્રાચાર્યે બૃહદ્ગચ્છીય ઉદ્યોતનાચાર્યના ‘શિષ્ય ઉપાધ્યાય આમ્રદેવના શિષ્ય છે. એમના ગુરુભાઈ મુનિચંદ્રસૂરિની પ્રેરણાથી પ્રસ્તુત વૃત્તિ બની છે. વૃત્તિનું ગ્રંથમાન ૧૨૦૦૦ શ્લોક પ્રમાણ છે.
(૧૨) શ્રી ચંદ્રસૂરિવિરહિત વ્યાખ્યાઓ :
શ્રી ચંદ્રસૂરિ શીલભદ્ર સૂરિના શિષ્ય હતા. તેમણે નિમ્નગ્રંથો પર ટીકાઓ લખી છે. (૧) શ્રમણોપાસક - પ્રતિક્રમણ (૨) નંદી (નંદી દુર્ગપર) વ્યાખ્યા (૩) જીતકલ્પ બૃહદ્ભૂર્ણિ (૪) નિરયાવલિકાદિ અંતિમ પાંચ ઉપાંગ.
(૧) નિશીથચૂર્ણિ॰—દુર્ગપદ વ્યાખ્યા :
ચૂર્ણિના કઠીન અંશોને સરલ અને સુબોધ બનાવવા માટે જ આ વ્યાખ્યા લખી છે. વ્યાખ્યાકારે લખ્યું છે કે આ વ્યાખ્યાનો મહિનાઓ અને દિવસોની ગણતરી આદિથી સંબધિત હોવાના કારણે નિરસ છે. તેઓશ્રીએ ૨૦ ઉદ્દેશોની આ વ્યાખ્યા બનાવી છે. (૨) નિરચાવલિકાવૃત્તિ૦૨ :
આ વૃત્તિ અંતિમ પાંચ ઉપાંગ નિરયાવલિકાસૂત્ર પર છે. આ વૃત્તિ સિવાય આ સૂત્રોની કોઈ ટીકા નથી. વૃત્તિ સંક્ષિપ્ત અને શબ્દાર્થ પ્રધાન છે. ૬૦૦ શ્લોક પ્રમાણ ગ્રંથમાન છે.
(૩) જીતકલ્પબૃહદચૂર્ણિ વિષયપદ વ્યાખ્યા :
આ વ્યાખ્યા સિધસેનગણિકૃત જીતકલ્પબૃહદ્યૂર્ણિના વિષયપદોના વિવેચનરૂપમાં છે. તેમાં કઠીન પદોનું સરલ વ્યાખ્યાન કર્યું છે. પ્રસ્તુત વ્યાખ્યા સં. ૧૨૨૭માં મહાવી૨ જન્મ કલ્યાણકના દિવસે પૂર્ણ થઈ છે. તેનું ગ્રંથમાન ૧૧૨૦ શ્લોક પ્રમાણ છે. (૧૩) અન્ય ટીકાઓ :
આગળના ટીકાકાર આચાર્યો સિવાય બીજા આચાર્યોએ પણ ટીકાનું નિર્માણ કર્યું
૪૯