________________
મલયગિરિએ વ્યાખ્યારૂપ અનેક કથાનક આપ્યા છે. વૃત્તિનું ગ્રંથમાન ૬૭૦૦ શ્લોક પ્રમાણ છે.
(૯) આવશ્યક વિવરણજ
પ્રસ્તુત વિવરણ આવશ્યક નિર્યુક્તિ પર છે. તે અપૂર્ણ જ પ્રાપ્ત છે.
(૧૦) બૃહત્કલ્પપીઠીકા વૃત્તિષ્પ :
આ વૃત્તિ ભદ્રબાહુકૃત બૃહત્કલ્પપીઠિકા નિર્યુક્તિ અને સંઘદાસગણિ ભાષ્ય પર છે. વૃત્તિકારે પ્રસ્તુત વૃત્તિમાં પ્રાકૃત ગાથાઓ સાથે પ્રાકૃત કથાનક વર્ણવ્યા છે. ગ્રંથમાન ૪૬૦૦ શ્લોકનું છે.
(૧૦) મલધારી હેમચંદ્રકૃત ટીકાઓ :
મલધારી હેમચંદ્ર રાજમંત્રી હતા. મલધારી અભયદેવ સૂરિની પાસે દીક્ષિત થયા હતા. ભગવતી જેવું શાસ્ત્ર તેમણે કંઠસ્થ કર્યું હતું. તેમણે ઘણા ગ્રંથો લખ્યા હતા. (૧) આવશ્યક પ્રદેશ વ્યાખ્યા :
આ વ્યાખ્યાં હરિભદ્રકૃત આવશ્યકવૃત્તિ પર છે. વ્યાખ્યાકારે આવશ્યક વૃત્તિના કેટલાક કઠીન સ્થળોનું સરલશૈલીમાં વ્યાખ્યાન કર્યું છે. તેનું ગ્રંથમાન ૪૬૦૦ શ્લોકપ્રમાણ છે.
(૨) અનુયોગ દ્વાર વૃત્તિ॰ :
આ વૃત્તિ અનુયોગ દ્વારના સૂત્રોનું સરલ અર્થ પ્રસ્તુત કરવાને માટે બનાવી છે. વૃત્તિમાં રસનું વિવેચન કર્યું છે. તેનું ગ્રંથમાન ૫૯૦૦ શ્લોક પ્રમાણ છે. (૩) વિશેષાવશ્યક ભાષ્ય - બૃહવૃત્તિ ઃ
પ્રસ્તુત વૃત્તિને “શિષ્યાહિતા” વૃત્તિ પણ કહે છે. તેના આચાર્યે વિશેષાવશ્યભાષ્યમાં પ્રતિપાદિત પ્રત્યેક વિષયને અતિ સરલ અને સુબોધ શૈલીમાં સમજાવેલ છે. તેનું ગ્રંથમાન ૨૮૦૦૦ શ્લોક પ્રમાણ છે.
૪.