________________
(૨) પ્રજ્ઞાપનાવૃત્તિ
વૃત્તિમાં પ્રજ્ઞાપનાનો શબ્દાર્થ કરતાં વૃત્તિકાર કહે છે કે જેના દ્વારા જીવજીવાદિનું જ્ઞાન કરાય તે પ્રજ્ઞાપના છે. તેમાં મંદમતિ શિષ્યનો વિશેષ ઉપકાર થાય છે. તેથી રચના સાર્થક છે.
-
(૩) સૂર્યપ્રજ્ઞપ્તિ વિવરણ :
પ્રસ્તુત વિવરણના પ્રારંભમાં મંગળ કરીને મૂળ સૂત્રનું વ્યાખ્યાન કર્યું છે. સૂર્યપ્રજ્ઞપ્તિના મૂળ વિષયનું ૨૦ પ્રાભૂતમાં વર્ણન કર્યું છે.
(૪) જ્યોતિષ્મરંડગવૃત્તિ :
પ્રસ્તુત વૃત્તિ જ્યોતિષકદંડંગ પ્રકીર્ણક પર છે. કાલ વિષયક સંખ્યાનું પ્રતિપાદન કરતાં આચાર્યે વલ્લભી અને માથુરી વાચનાઓનો ઉલ્લેખ કર્યો છે.
(૫) જીવાજીવાભિગમવિવરણ :
પ્રસ્તુત વિવરણમાં જીવાભિગમની મૂળ ટીકાની જેમ તેની ચૂર્ણિનો પણ ઉલ્લેખ કરેલ. છે . લવણ, સમુદ્રના જ્યોતિવિમાન ઉદક સ્ફાટન સ્વભાવ અર્થાત્ પાણીને ફાડી દેવાવાળા સ્ફટિકના બનેલા છે. બાકીના દ્વીપ સમુદ્રોમાં જેટલા જ્યોતિષ્ક વિમાન છે તે સામાન્ય સ્ફટિક્ના છે. એવું બતાવ્યું છે.
(૬) વ્યવહાર વિવરણ૧ :
પ્રસ્તુત વિવરણ મૂળ સૂત્ર, નિર્યુક્તિ અને ભાષ્ય ઉપર છે. વ્યવહારનો ઉપયોગ ગીતાર્થ માટે હોય છે. અગીતાર્થ માટે નહિં. પ્રાયશ્ચિતના ચાર ભેદોનું વર્ણન કરેલ છે. (૭) રાજપ્રશ્નીય વિવરણ :
પ્રસ્તુત વિવરણમાં પ્રદેશીના પ્રશ્નોનો કેશીકુમારે ઉત્તરોથી સમાધાન કર્યું છે. આ સૂત્રકૃતાંગનો ઉપાંગ છે. વિવરણનું ગ્રંથમાન ૩૭૦૦ શ્લોક પ્રમાણ છે.
(૮) પિંડનિર્યુક્તિ વૃત્તિ
પ્રસ્તુત વૃત્તિ આચાર્ય ભદ્રબાહુકૃત પિંડનિર્યુક્તિ પર છે. આ વૃત્તિમાં આચાર્ય
૪૭
: