________________
તનો છે વિહિત જેમણે પોતાના ભવનો અંત કર્યો છે તે અંતકૃત છે. (૭) અનુત્તરૌપપાતિકદશાવૃત્તિ ઃ
પ્રસ્તુત વૃત્તિ પણ સૂત્ર સ્પર્શિક અને શબ્દાર્થગ્રાહી છે. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાવાળા અનુત્તરોપપાતિક કહેવાય છે.
(૮) પ્રશ્નવ્યાકરણવૃત્તિષ :
અભયદેવસૂરિષ્કૃત પ્રસ્તુત શબ્દાર્થવૃત્તિનું ગ્રંથમાન ૪૬૩૦ શ્લોક પ્રમાણ છે. જેમાં પ્રશ્ન આર્થાત્ વિદ્યાવિશેષોનું વ્યાકરણ અર્થાત્ પ્રતિપાદન કરવાવાળા ૧૦ અધ્યયન છે. (૯) વિપાકવૃત્તિ
:
પ્રસ્તુત વૃત્તિના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં આચાર્યે સંક્ષિપ્ત અને સંતુલિત અર્થ કર્યો છે. અંતમાં વૃત્તિકારે વિદ્વાનોની વૃત્તિગત ત્રુટીઓને શોધવાની પ્રાર્થના કરી છે.
(૧૦) ઔપપાતિકવૃત્તિ॰ :
આ વૃત્તિ પણ શબ્દાર્થ પ્રધાન છે. દેવો અને નારકોના જન્મને ઉપપાત કહે છે. ઉપપાત સંબંધી વર્ણનના કારણે આ વૃત્તિનું નામ ઔપપાતિક છે. આ ગ્રંથ આચારાંગનો ઉપાંગ છે. અંતમાં વૃત્તિકારે પોતાના નામની સાથે પોતાના ગુરુનું નામ આપ્યું છે. મલયગિરિવિહિત વૃત્તિયો :
આચાર્ય મલયગિરિ પ્રસિદ્ધ ટીકાકારના રૂપમાં જ છે. તેમણે જૈન આગમ ગ્રંથો પર અતિ મહત્ત્વપૂર્ણ ટીકાઓ લખી છે. તેમના ઉપલબ્ધ ગ્રંથો ૨૦ છે અને અનુપલબ્ધગ્રંથો ૬ છે.
(૧) નંદીવૃત્તિ
આચાર્ય મલયગિરિ કૃત પ્રસ્તુત વૃત્તિ દાર્શનિક વાદ-વિવાદથી પરિપૂર્ણ છે. વૃત્તિકારે નંદીનો શબ્દાર્થ બતાવીને નંદીનું નિક્ષેપ પદ્ધતિથી વ્યાખ્યાન કર્યું છે. વૃત્તિનું ગ્રંથમાન ૭૭૩૨ શ્લોક પ્રમાણ છે.
:
૪૬