________________
થાય છે. વૃત્તિના અંતમાં આચાર્યો પરિચય આપ્યો છે કે આ ટીકા મેં યશોદેવગણિની સહાયતાથી પૂર્ણ કરી છે. ટીકાનું ગ્રંથમાન ૧૪૨૫૦ શ્લોક પ્રમાણ છે. (૨) સમવાયાંગવૃત્તિ૬ :
પ્રસ્તુતવૃત્તિ ચતુર્થ અંગ સમવાયાંગના મૂળ સૂત્રો પર છે. જેમાં જીવજીવાદિ વિવિધ પદાર્થોનું સવિસ્તર સમ્યક વિવેચન છે તે સમવાય છે. તે પ્રવચનપુરુષનો અંગરૂપ હોવાથી સમવાયાંગ છે. વૃત્તિમાં અનેક સ્થાનો પર સૂત્રનો ઉલ્લેખ છે. તથા એક ગંધહસ્તીનો પણ ઉલ્લેખ છે. આ વૃત્તિ વિ.સં. ૧૧૨૦માં પાટણમાં લખાયેલી છે. (૩) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ :
પ્રસ્તુતવૃત્તિ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના મૂળ સૂત્રો પર છે. આ સંક્ષિપ્ત અને શબ્દાર્થ પ્રધાન છે. વૃત્તિકારે વિવિધ દૃષ્ટિઓથી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના ૧૦ અર્થ બતાવ્યા છે. આગળ પણ અનેક શબ્દોના વ્યાખ્યાનમાં આ પ્રકારના અર્થ વૈવિધ્ય દૃષ્ટિગોચર થાય છે. જે વૃત્તિકારના વ્યાખ્યાન-કૌશલનો પરિચાયક છે. ૧૮૬૧૬ શ્લોક પ્રમાણ ગ્રંથમાન છે. (૪) જ્ઞાતાધર્મકથા વિવરણ:
- પ્રસ્તુત વિવરણ સૂત્ર સ્પર્શી છે. તેમાં શબ્દાર્થની પ્રધાનતા છે. પ્રથમ શ્રુતસ્કંધમાં આચારાદિની શિક્ષા દેવાના ઉદ્દેશથી કથાઓનાં રૂપમાં વિવિધ ઉદાહરણો આપવામાં આવ્યા છે. બીજા શ્રુતસ્કંધમાં ધર્મ કથાઓનો સમાવેશ થાય છે. વિવરણનું ગ્રંથમાન - ૩૮૦૦ શ્લોક પ્રમાણ છે. (૫) ઉપાસકદશાંગવૃત્તિ :
પ્રસ્તુત વૃત્તિ સૂત્ર સ્પર્શી છે. પ્રસ્તુત વૃત્તિમાં આચાર્ય કયાંક-ક્યાંક વ્યાખ્યાંતરનો નિર્દેશ કરે છે. ઉપાસકનો અર્થ છે. શ્રમણોપાસક અને દશાનો અર્થ છે દશ. શ્રમણોપાસક સંબંધી અનુષ્ઠાનનું પ્રતિપાદન કરવાવાળા દસ અધ્યયનરૂપ ગ્રંથ ઉપાસક દશા છે. (૯) અન્નકતદશા વૃત્તિ :
પ્રસ્તુત વૃત્તિ પણ સૂત્ર સ્પર્શી અને શબ્દ પ્રધાન છે. અંતનો અર્થ છે ભવાંત અને
૪૫