________________
પ્રથમ અધ્યયનની વ્યાખ્યામાં નયનું સ્વરૂપ બતાવ્યું છે. અને કહ્યું છે કે પૂર્વવિદોએ ૭૦૦ નયોનું વિધાન કર્યું છે. બીજા અધ્યયનની વ્યાખ્યામાં પરિષહોના સ્વરૂપનું વિવેચન કર્યું છે. ત્રીજા અધ્યયનની વૃત્તિમાં આવશ્યકચૂર્ણિનું સિદ્ધસેન અને શિવધર્મનો નામોલ્લેખ છે. ચોથા અધ્યયનની વ્યાખ્યામાં જીવભાવકરણના બે પ્રકાર બતાવ્યા છે. છઠ્ઠા અધ્યયનની વ્યાખ્યામાં નિગ્રંથના ભેદો-પ્રભેદોની ચર્ચા કરી છે. આઠમા અધ્યયનના વિવેચનથી સંસારની અનિત્યતાનું પ્રતિપાદન કર્યું છે. નવમા અધ્યયનના વિવરણમાં પૂર્ણિમાને દિવસે નિયમા પૌષધવ્રતનું વિધાન કરેલ છે. ૨૪મા અધ્યયનની વૃત્તિમાં સમિતિગુપ્તિનું સ્વરૂપ બતાવ્યું છે. ૩૬મા અધ્યયનની વ્યાખ્યામાં ધર્માધર્માસ્તિકાયનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
(૭) દ્રૌણસૂરિ કૃત ઓઘનિર્યુક્તિ વૃત્તિ :
દ્રૌણસૂરિએ ઓધનિર્યુક્તિની ટીકા લખી છે. પ્રસ્તુત વૃત્તિ ઓધનિર્યુક્તિ અને તેના લઘુભાષ્યપર છે. વૃત્તિની ભાષા સરલ અને શૈલી સુગમ છે. વૃત્તિકાર લખે છે કે આ આવશ્યક અનુયોગ સંબંધી વ્યાખ્યાન છે. તેમાં સામાયિક નામના પ્રથમ અધ્યયનનું નિરૂપણ ચાલે છે. તેના ચાર અનુયોગ દ્વાર છે. ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય ના ભેદો અને પ્રભેદોનું વ્યાખ્યાન કર્યું છે. તેમાંથી જે ઓઘ સામાચારી છે તે જ ઓનિર્યુક્તિ છે. પ્રસ્તુત ગ્રંથમાં આનું વ્યાખ્યાન છે. નિર્યુક્તિની ગાથા ૮૧૧ છે ને ભાષ્યની ૩૨૨ છે. બંનેની મળીને કુલ ૧૧૩૩ છે..
(૮) અભયદેવ વિહિત વૃત્તિયો :
અભયદેવ સૂરિએ ૩ થી ૧૧ અંગની અને ઓતપાતિકની ટીકા લખી છે. તે સિવાય પ્રજ્ઞાપના તૃતીયપદ સંગ્રહણી-પંચાશકવૃત્તિ, જયહુણસ્તોત્ર, પંચનિગ્રંથિ અને સપ્તતિકા ભાષ્ય એ પણ અભયદેવની કૃતિઓ છે.
(૧) સ્થાનાંગ વૃત્તિ ઃ
પ્રસ્તુતવૃત્તિ સ્થાનાંગના મૂળ સૂત્રો પર છે. મંગળનું આવશ્યક વિવેચન કરીને સૂત્ર સ્પર્શિક વિવરણનો પ્રારંભ કરે છે. ‘એગે આયા'નું વિવેચન કરતાં વૃત્તિકારે અનેક દૃષ્ટિઓથી આત્માની એકતા- અનેકતા સિદ્ધ કરી છે. અનુમાનથી પણ આત્માની સિદ્ધિ
૪૪