________________
(૫) શીલાંકકૃત – વિવરણ
-
--
આચાર્ય શીલાંકે પ્રથમ નવ અંગો ઉપર ટીકાઓ લખી હતી. પરંતુ વર્તમાનમાં માત્ર આચારાંગ અને સૂત્રકૃતાંગની ટીકાઓ જ ઉપલબ્ધ છે.
(૧) આચારાંગ વિવરણ૪ :
પ્રસ્તુત વિવરણ મૂળ સૂત્ર અને નિર્યુક્તિપર છે. વિવરણકારે પોતાના વક્તવ્યની પુષ્ટિ માટે વચમાં અનેક પ્રાકૃત અને સંસ્કૃત ઉદાહરણો પણ આપ્યાં છે. ભાષા, શૈલી, સામગ્રી આદિ દૃષ્ટિથી વિવરણ સુબોધ બનાવવાનો પ્રયત્ન કરેલ છે. પ્રથમ અધ્યયનની વ્યાખ્યાના અંતમાં વિવરણકારે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે આચાર્ય ગંધહસ્તીએ શસ્ત્રપરિક્ષા નામના અધ્યયનમાં જે વિવરણ લખ્યું છે તે અતિ કઠીન છે. હવે હું બાકીના અધ્યયનોનું વિવરણ કરીશ. વિમોક્ષ નામના આઠમા અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશાની વૃત્તિમાં નાગરિકશાસ્ત્ર સમ્મત ગામ, નગર આદિનું સ્વરૂપ બતાવ્યું છે. બીજા શ્રુતસ્કંધના અંતમાં આચાર્યે આચારાંગની ટીકા લખવાથી પ્રાપ્ત સ્વપુણ્યને લોકોની આચાર શુદ્ધિના માટે પ્રદાન કર્યું છે. શીલાંક આચાર્ય નિવૃત્તિકુળના હતા. તેમનું બીજું નામ તત્ત્વાદિત્ય હતું. પૂર્ણ ટીકાનું ગ્રંથમાન ૧૨૦૦૦ શ્લોક પ્રમાણ છે.
(૨) સૂત્રકૃતાંગ વિવરણપ :
શીલાંકાચાર્ય વિહિત પ્રસ્તુત વિવરણ સૂત્રકૃતાંગ મૂળ અને તેની નિયુક્તિ પર છે. આચાર્યે વિવરણને બધી ષ્ટિઓથી સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને તેના માટે દાર્શનિક દષ્ટિથી વસ્તુનું વિવેચન પ્રાચીન પ્રાકૃત, સંસ્કૃત પ્રમાણોનું ઉદ્ધરણ આદિ સમસ્ત આવશ્યક સાધનોનો ઉપયોગ કર્યો છે. પ્રસ્તુત ટીકા શીલાચાર્યે વારિગણિની સહાયતાથી પૂર્ણ કરી છે. આ ટીકા ૧૨૮૫૦ શ્લોક પ્રમાણ છે.
(૬) શાંતિસૂરિષ્કૃત ઉત્તરાધ્યયન ટીકા :
વાદિ વૈતાલ શાંતિસૂરિએ ઉત્તરાધ્યયન પર ટીકા લખી છે. તેઓશ્રીના ગુરુનું નામ વિજયસિંહસૂરિ હતું. પ્રારંભમાં મંગલ કરી આચાર્યે ક્રમશઃ અધ્યયન અને તેની નિર્યુક્તિનું વિવેચન કર્યું છે.
૪૩