________________
મહિમા બતાવીને ભવ્ય-અભવ્યનું વિવેચન કર્યું છે. પ્રજ્ઞાપનાનું ૩૬ પદોની વ્યાખ્યામાં વિસ્તૃત પ્રતિપાદન કર્યું છે. (૫) આવશ્યકવૃત્તિ :
પ્રસ્તુતવૃત્તિ આવશ્યક નિર્યુક્તિ પર છે. પ્રારંભમાં મંગલ કર્યું છે. વૃત્તિકારે ૬ દષ્ટિઓથી આભિનિબોધિક જ્ઞાનનું વ્યાખ્યાન કર્યું છે. સામાયિકના ઉદેશા, નિર્દેશ, ક્ષેત્ર આદિ ૨૩ દ્વારોનું વિવેચન કરતાં વૃત્તિકારે એક જગ્યાએ (આવશ્યકના) વિશેષ વિવરણનો ઉલ્લેખ કર્યો છે. સામાયિકના નિગમ દ્વારના કુલકરોની ઉત્પત્તિનું વર્ણન છે. ચતુર્વિશતિસ્તવ અને વંદના નામના આવશ્યકના બીજા અને ત્રીજા, આવશ્યકનું નિયુક્તિ અનુસાર વ્યાખ્યાન કર્યા પછી ચોથા આવશ્યકમાં ધ્યાન પર પ્રકાશ પાડ્યો છે. પાંચમા આવશ્યકમાં પુણ્યના ફળનું વિવેચન કર્યું છે છઠ્ઠા આવશ્યકમાં શ્રાવકધર્મનું વિસ્તારથી વિવેચન કર્યું છે. પ્રત્યાખ્યાનની વિધિ, મહત્ત્વ આદિ આવશ્યક વાતોની ચર્ચા કરતાં વૃત્તિકારે શિષ્યહિતા નામની આવશ્યક ટીકા સમાપ્ત કરી છે, અંતમાં તેઓ લખે છે કે પ્રસ્તુત ટીકા શ્વેતાંબરાચાર્ય જિનભટ્ટના વિદ્યાર્થી જિનદત્તના શિષ્ય અને યાકિની જુદો પાડી મહતરાના ધર્મપુત્ર હરિભદ્રની આકૃતિ છે. તે ૨૨ હજાર શ્લોક પ્રમાણ છે. (૩) કોટયાચાર્ય કૃત વિશેષાવશ્યકભાષ્ય વિવરણ:
કોટયાચાર્ય આચાર્યે જિનભદ્રકૃત વિશેષાવશ્યકભાષ્યપર ટીકા લખી છે. કોટયાચાર્યે પોતાની ટીકામાં અનેક સ્થાનો પર આવશ્યકની મૂળ ટીકા અને વિશેષવાશ્યકભાષ્યની સ્વપજ્ઞટીકાનો ઉલ્લેખ કર્યો છે. કોટયાચાર્ય પ્રાચીન ટીકાકાર છે. પ્રસ્તુત વિવરણમાં કોટયાચાર્યે વિશેષાવશ્યકભાષ્યનું વ્યાખ્યાન કર્યું છે જે નથી
અતિસંક્ષિપ્ત કે નથી અતિ વિસ્તૃત. વિવરણના કથાનકો પ્રાકૃતમાં છે. પ્રસ્તુત વિવરણ ૧૩૭) શ્લોક પ્રમાણ છે. (૪) ગન્ધહસ્તિકત - શાપરિણા - વિવરણ -
આચાર્ય ગંધ હસ્તિએ આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયન વિષે શસ્ત્રપરિક્ષા પર ટીકા લખી હતી જે હમણાં અનુપલબ્ધ છે.
૪૨