________________
લખવાની આજ્ઞા આપી હતી. આચાર્ય હરિભદ્રકૃત પ્રકાશિત ટીકાઓ પર પરિચય આગળ આપવામાં આવ્યો છે. (૧) નંદીવૃત્તિ :
આ વૃત્તિ નંદીચૂર્ણિનું જ રૂપાંતર છે. તેમાં નંદીના શબ્દાર્થ, નિક્ષેપ આદિનો વિચાર કરવામાં આવેલ છે. ત્યારબાદ સંઘની સ્તુતિ કરી તથા તીર્થકરાવલી, ગણધરાવલી અને સ્થવિરાવલીનો પરિચય આપેલ છે. વૃત્તિકાર લખે છે કે અયોગ્યતાથી અકલ્યાણ જ થાય છે. ત્રણ પ્રકારની પર્ષદા, જ્ઞાનના ભેદ, પ્રભેદ, સ્વરૂપ અને વિષય આદિનું વિસ્તૃત વિવેચન કર્યું છે. શ્રુતના શ્રવણ અને વ્યાખ્યાનની વિધિ બતાવતાં આચાર્ય નંદી અધ્યયનનું વિવરણ સમાપ્ત કર્યું છે. (૨) અનુયોગદ્વાર ટીકા -
આ ટીકા અનુયોગદ્વાર ચૂર્ણિની શૈલી ઉપર લખાયેલી છે. મંગલનું પ્રતિપાદન કરતાં આચાર્યે લખ્યું છે કે તેનું વિશેષ વિવેચન નંદીની ટીકામાં કરવામાં આવેલ છે. આ ટીકા નંદીવૃત્તિની પછીની કૃતિ છે. આચાર્યે “આવશ્યક' શબ્દનો નિક્ષેપ પદ્ધતિથી વિચાર કર્યો છે. અનુપૂર્તિનું વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે. પ્રમાણનું વ્યાખ્યાન કરતાં આચાર્ય વિવિધ અંગુલોના સ્વરૂપનું વર્ણન કર્યું છે. સમયનું વિવેચન કરતાં પલ્યોપમનું વિસ્તારથી વિવેચન કર્યું છે. જ્ઞાનપક્ષનું સમર્થન કરતાં આચાર્યે ટીકાની સમાપ્તિ કરી છે. (૩) દશવૈકાલિકવૃત્તિ :- આ વૃત્તિનું નામ શિષ્યબોધિની વૃત્તિ છે દશવૈકાલિકસૂત્રની રચના કેવી રીતે થઈ ? એ પ્રશ્નનું સમાધાન કરતાં ટીકાકારે નિયુક્તિની ગાથાનું અક્ષરાર્થ કરતાં ભાવાર્થ સ્પષ્ટ કરવાને માટે શય્યભવાચાર્યનું પૂરું કથાનક આપ્યું છે. તપનું વ્યાખ્યાન કરતાં આવ્યંતરતપના અંતર્ગત ચાર પ્રકારના ધ્યાનનું સ્વરૂપ બતાવ્યું છે. દશવૈકાલિકના ૧૦ અધ્યયનનું વિવિધ નિક્ષેપોનું વ્યાખ્યાન કર્યું છે. (૪) પ્રજ્ઞાપના - પ્રદેશ વ્યાખ્યાન -
આ ટીકાના પ્રારંભમાં જૈન પ્રવચનનો મહિમા બતાવ્યો છે. ત્યાર બાદ મંગલનો
૪૧