________________
બૃહત્કલ્પચૂર્ણિ બંને એક જ આચાર્યની કૃતિઓ છે. પ્રસ્તુત ચૂર્ણિમા પીઠિકા અને ૬ ઉદેશા છે. કર્મબંધની ચર્ચા કરતાં ચૂર્ણિકારે એક જગ્યાઓ વિશેષાવશ્યક ભાષ્ય અને કર્મપ્રકૃતિનો ઉલ્લેખ કર્યો છે. આ ચૂર્ણિમાં ચૂર્ણિકારના નામનો કોઈ ઉલ્લેખ નથી. ટીકાઓ અને ટીકાકાર
નિયુક્તિઓ, ભાષ્યો અને ચૂર્ણિઓની રચના પછી જૈન આચાર્યોએ સંસ્કૃતમાં અનેક ટીકાઓ લખી. આ ટીકાઓના કારણે જૈન સાહિત્યના ક્ષેત્રમાં ઘણો વિસ્તાર થયો પ્રત્યેક આગમ પર ઓછામાં ઓછી ટીકા તો લખાઈ જ છે. ટીકાકારોમાં હરિભદ્રસૂરિ, શીલાંકસૂરિ, વાદિવેતાલ, શાંતિસૂરિ, અભયદેવસૂરિ, મલયગિરિ, મલધારી હેમચંદ્ર આદિ પ્રમુખ છે. (૧) જિનભદ્રકૃત વિશેષાવશ્યકભાષ્ય - સ્વોપશ વૃત્તિ -
જિનભદ્ર પ્રસ્તુત ટીકાને માટે અલગ મંગલગાથા ન લખતાં સીધું ભાષ્ય ગાથાનું વ્યાખ્યાન શરૂ કર્યું છે. વ્યાખ્યાનની શૈલી ખૂબ જ સરલ, સ્પષ્ટ અને પ્રસાદગુણ સંપન્ન છે. આભિનિબોધિક જ્ઞાનનું સ્વરૂપ બતાવતી ભાષ્ય ગાથામાં આચાર્ય જ્ઞાનનું લક્ષણ બતાવ્યું છે.ગણધરવાદમાં છઠ્ઠા ગણધરવાદની વ્યાખ્યા કર્યા પછી પૂજય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આ લોકમાંથી ચાલ્યા ગયા. આ વાક્ય આચાર્ય કોટયાચાર્યે જિનભદ્રના મૃત્યુ પછી લખ્યું છે એવું લાગે છે. ભગવાન મહાવીરના ૭મા ગણધરની વક્તવ્યતાના નિરૂપણનું ઉદ્ઘાટન કરતાં ટીકાકાર કોટયાચાર્યે કર્યું છે. તેમની નિરૂપણશૈલી પણ પ્રસાદગુણસંપન્ન અને સુબોધ છે. (૨) હરિભદ્રકૃત વૃત્તિયો -
હરિભદ્રસૂરિ જૈન આગમોના પ્રાચીન ટીકાકાર છે. તેમણે આવશ્યક, દશવૈકાલિક, જીવાભિગમ, પ્રજ્ઞાપના, નંદી, અનુયોગદ્વાર અને પિંડ નિયુક્તિ પર ટીકાઓ લખી છે. પિંડનિયુક્તિની અપૂર્ણ ટીકા વિરાચાર્યે પૂર્ણ કરી છે. આચાર્ય હરિભદ્ર ૧૪૪૪ ગ્રંથોની રચના કરી હતી. તેમના (૧) યોગદષ્ટિ સમુચ્ચય, (૨) અનુયોગદ્વાર સૂત્રવૃત્તિ (૩) અનેકાન્ત જયપતાકા, (૪) યોગબિન્દુ, (૫) યોગશતક આદિ છે. કહેવાય છે કે બૌદ્ધોના સંહાર કરવાના પ્રાયશ્ચિતના રૂપમાં તેમના ગુરુએ તેમને ૧૪૪૪ ગ્રંથો
૪૦