________________
ગુપ્તિ, સમિતિ, ભાવના, અભિગ્રહ આદિ વિષયોનો સમાવેશ છે. ચાર પ્રકારના અનુયોગ બતાવ્યા છે. ભિક્ષાગ્રહણનો ઉચિતકાળ, દાતાની યોગ્ય આહારનો ઉપભોગ કરવાની નિર્દોષ વિધિ આદિનું પણ વિવેચન કરવામાં આવેલ છે.
(૬) ઓઘનિર્યુક્તિ-બૃહદ્ભાષ્ય
--
મુનિ શ્રી પુણ્યવિજયજીની પાસે ઓઘ-નિર્યુક્તિ-બૃહદ્ભાષ્યની એક હસ્તલિખિત પ્રશ્ન છે. જેમાં ૨૫૧૭ ગાથાઓ છે. આ નિર્યુક્તિની ગાથાઓના વિવેચનરૂપમાં ભાષ્યકારે પ્રસ્તુત ભાષ્યનું નિર્માણ કર્યું છે. ગ્રંથમાં ભાષ્યકારનું નામ આદિના વિષયમાં ઉલ્લેખ નથી. દ્રૌણાચાર્યની વૃત્તિ લઘુભાષ્ય પર છે. બૃહદ્ભાષ્ય પર નથી.
(૭) પિંડનિર્યુક્તિભાષ્ય :
પિંડનિર્યુક્તિભાષ્યમાં પિંડનું સ્વરૂપ, પિંડ સ્થાપનાના બે ભેદ આધાકર્મનું સ્વરૂપ, ઔદેશિકના ભેદ, ભાજન સ્થાન, વિશોધિ અને અવિશોધિની કોટીઓ આદિ સંક્ષિપ્ત વ્યાખ્યાન છે.
(૮) પંચકલ્પ-મહાભાષ્ય :- •
આ ભાષ્ય પંચકલ્પનિર્યુક્તિના વિવેચનરૂપમાં છે. તેમાં ૨૬૬૫ ગાથાઓ છે. એમાં માત્ર ભાષ્યની ૨૫૭૪ ગાથાઓ છે. કલ્પનું વ્યાખ્યાન કરતાં ભાષ્યકાર કહે છે કે કલ્પ બે પ્રકારનો હોય છે. પાંચ પ્રકારના ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું છે. પાંચ પ્રકારના નિગ્રંથનું વર્ણન છે. છ પ્રકારના કલ્પ, છ પ્રકારના નામાદિ ૬ નિક્ષેપથી બતાવ્યા છે. અજીવ દ્રવ્ય કલ્પનું વિવેચન કરતાં આચાર્યે આહાર, ઉપધિ, ઉપાશ્રય આદિ ૧૬ વિષયો પર વર્ણન કર્યું છે. જીવ અને અજીવના સંયોગથી નિષ્પન્ન કલ્પ મિશ્રકલ્પ કહેવાય છે. ક્ષેત્રકલ્પમાં ૨૫। આર્યદેશ બતાવ્યા છે. જેમાં સાધુઓએ વિચરવું જોઈએ. કાલકલ્પમાં માસકલ્પ, પર્યુષણા કલ્પ, પર્યાયકલ્પ, સ્વાધ્યાય, ધ્યાન, ભિક્ષા આદિ વિષયોનું વ્યાખ્યાન કર્યું છે. ભાવ કલ્પમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સંયમ, સમિતિ આદિનું વિવેચન કર્યું છે. બીજા કલ્પમાં :- સ્થિતકલ્પ, અસ્થિતકલ્પ, જિનકલ્પ આદિ સાત કલ્પનું ભાષ્યકારે વિસ્તારથી વર્ણન કર્યું છે. ચોથા કલ્પમાં નામાદિ ૨૦ કલ્પોનો સમાવેશ કર્યો છે. પાંચમાં કલ્પમાં દ્રવ્ય, ભાવ આદિ ૪૨ ભેદોનું વર્ણન કર્યું છે. પ્રસ્તુત ભાષ્યના
૩૫