________________
માસકલ્પવિહારીનું સ્વરૂપ બતાવતા જિનકલ્પી, સ્થવિરકલ્પી આદિના સ્વરૂપનું વિસ્તૃત વર્ણન કર્યું છે. સ્થવિર કલ્પીઓના વિસ્તૃત વર્ણનમાં ભાષ્યકારે પ્રતિલેખના નિષ્ક્રમણ, પ્રાકૃતિકાદ્વાર, ભિક્ષાદ્વાર આદિ ૧૨ દ્વારો પર પ્રકાશ પાડ્યો છે. બીજા ઉદ્દેશાની વ્યાખ્યામાં ઉપાશ્રયકૃત, સાગારીપારિહારિક પ્રવૃત્ત આદિ સાત સૂત્રોનો અધિકાર છે. ત્રીજા ઉદ્દેશામાં ઉપાશ્રય પ્રવેશ પ્રકૃતસૂત્ર ચર્યપ્રકૃતસૂત્ર આદિ ૬ સૂત્રોનું વર્ણન છે. શ્રમણ-શ્રમણીયોએ ચારે દિશા-વિદિશાઓમાં સવા જોજનનો અવગ્રહ લઈને ગ્રામ-નગરમાં રહેવું જોઈએ એવું વર્ણન કર્યું છે. ચોથા ઉદ્દેશામાં અનુદ્ધાતિક આદિથી સંબંધ રાખવાવાળા ૧૬ પ્રકારનાં સૂત્ર છે. ભાષ્યકારે તેની વ્યાખ્યા કરી છે. પાંચમા ઉદ્દેશામાં બ્રહ્માપાય આદિ ૧૧ સૂત્રનું વિસ્તૃત વર્ણન છે. છઠ્ઠા ઉદ્દેશામાં વચન આદિથી સંબંધિત સાત પ્રકારનાં સૂત્ર છે. ભાષ્યકાર સંદાદાસગણિએ એ સૂત્રોની વ્યાખ્યામાં પ્રકાશ પાડ્યો છે.
બૃહત્કલ્પ-લઘુભાષ્યના આ સારગ્રાહી સંક્ષિપ્ત પરિચયથી સ્પષ્ટ થાય છે કે તેમાં જૈન સાધુ સાધ્વીઓના આચાર-વિચારનું અત્યંત સૂક્ષ્મ અને સતર્ક વિવેચન કર્યું છે. પ્રસ્તુત ભાષ્યનું ભારતીય સાહિત્યના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. (૪) વ્યવહાર ભાષ્ય ૧ :
વ્યવહા૨ ભાષ્યમાં ૧૦ ઉદ્દેશા છે. આ ઉદ્દેશામાં આલોચના, પ્રાયશ્ચિત, ગચ્છ, પદવી, વિહાર, મૃત્યુ, ઉપાશ્રય, ઉપકરણ, પ્રતિમાઓ આદિ વિષયોનું વર્ણન કરેલ છે. વ્યવહાર ભાષ્યકારે પ્રારંભમાં પોતાના ભાષ્યમાં પીઠિકા આપી છે. વ્યવહાર આદિમાં દોષોની સંભાવના રહે છે તેથી તેમના માટે પ્રાયશ્ચિતોનું પણ વિધાન કરવામાં આવે છે. જે જીતકલ્પ ભાષ્યમાં પ્રાયશ્ચિતનો અર્થ ઉપલબ્ધ છે તે જ અર્થ પ્રસ્તુત ભાષ્યમાં પણ કર્યો છે. પ્રતિસેવના, સંયોજન, આરોપણા અને પરિકંજના. આ ચારેયના માટે ચાર પ્રકારનાં પ્રાયશ્ચિત બતાવવામાં આવેલ છે. ભાષ્યકારે દસ ઉદ્દેશામાં પ્રાયશ્ચિત સંબંધી વિસ્તારથી વિવેચન કર્યું છે.
(૫) ઓધનિયુક્તિ લઘુભાષ્યષ :
પ્રસ્તુત લઘુભાષ્યમાં ૩૨૨ ગાથાઓ છે. આ ભાષ્યકારના નામનો કોઈ ઉલ્લેખ મળતો નથી: ઓનિર્યુક્તિ લઘુભાષ્યમાં ઓઘ, પિંડ, સમાસ, વ્રત, શ્રમણધર્મ, બ્રહ્મચર્ય
૩૪