________________
(૫) વ્યુત્સર્ગ
તેમાં ભાષ્યકારે મૂળ સૂત્રના નિર્દિષ્ટ સ્થાન, આગમન, વિહાર આદિ પદોનું સંક્ષિપ્ત વ્યાખ્યાન કર્યું છે.
(૬) તપ ઃ
તપની ચર્ચાના પ્રારંભમાં જ્ઞાન અને દર્શનના ૮-૮ અતિચારોનો વિચાર કર્યો છે. ત્યારપછી ૧૦ પ્રકારના કલ્પનું વર્ણન કર્યું છે. તપોધનના વિભાગ કરીને તપ પ્રાયશ્ચિતનું સુવિસ્તૃત વિવેચન કર્યું છે.
(૭) છેદ ને (૮) મૂળ :
-
આદિ જનની ઉત્કૃષ્ટ તપોભૂમિ એક વર્ષની હોય છે. મધ્યમ જિનોની આઠ માસની હોય છે. અંતિમ જીનની છ માસની હોય છે. તપોભૂમિનો નિર્દેશ કર્યા પછી મૂળ પ્રાયશ્ચિતના અપરાધસ્થાનો તરફ સંકેત કર્યો છે.
(૯) અનવસ્થાપ્ય :
આ પ્રાયશ્ચિતના અપરાધ સ્થાનોનું દિગ્દર્શન કરાવતાં આચાર્યે હસ્તતાલ, હસ્તાલંબ, હસ્તાદાન આદિનું વર્ણન બતાવ્યું છે.
(૧૦) પાાંચિક :
આચાર્યે તીર્થંકર, પ્રવચન, શ્રુત, આચાર્ય આદિની અસાતનાથી સંબંધ રાખવાવાળા પારાંચિકનો નિર્દેશ કર્યો છે.
ભાષ્યકારે કહ્યું છે કે જે સૂત્ર અને અર્થથી યુક્ત છે. તે જ જીતકલ્પનો યોગ્ય અધિકારી છે. બાકીનાને અયોગ્ય સમજવા જોઈએ.
(૩) બૃહત્કલ્પ- લઘુભાષ્ય :
બૃહત્કલ્પ-લઘુભાષ્યના પ્રણેતા સંઘદાસગણિ ક્ષમાશ્રમણ છે. તેમાં બૃહત્કલ્પસૂત્રના પદોનું સુવિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. લઘુભાષ્ય હોવા છતાં તેની ૬૪૯૦ ગાથા છે. છ ઉદ્દેશામાં વિભક્ત છે. ભાષ્યના પ્રારંભમાં એક વિસ્તૃત પીઠિકા છે. પ્રથમ ઉદ્દેશામાં
33