________________
(૨૬) નિરુક્તિકાર -
સમ્યક્ત સામાયિકના અમોહશુદ્ધિ, સદ્ભાવ દર્શન, બોધિ આદિ નિરુક્ત પર્યાય છે. શ્રત સામાયિકના અક્ષર, સંજ્ઞી, સમ્યફ આદિ નિરુક્ત પર્યાય છે. દેશવિરતિ સામાયિકના વિરતિ - અવિરતિ, આગાર ધર્મ-અણગારધર્મ, આદિ નિરુકત પર્યાય છે. સર્વવિરતિ સામાયિકના - સામાયિક, સમ્યગ્વાદ, સમાસ આદિ આઠ નિરુક્ત પર્યાય છે.
અહિં સુધી સામાયિકના ઉપોદ્ઘાતનો અધિકાર છે. વાસ્તવમાં વિશેષાવશ્યક ભાષ્ય જૈન જ્ઞાન મહોદધિ છે. જૈન આચાર અને વિચારનાં મૂળભૂત સમસ્તતત્ત્વ આ ગ્રંથમાં રહેલા છે. (૨) જીતકલ્યભાષ્યર૯ :
આચાર્ય જિનભદ્રનું બીજું ભાષ્ય જીતકલ્પસૂત્ર પર છે. તેમાં ૧૦૩ પ્રાકૃત ગાથાઓ છે. ૨૬૦૬ ગાથાઓમાં લખેલું આ ભાષ્ય છે. જીતંકલ્પભાષ્યમાં ૧૦ પ્રકારનાં પ્રાયશ્ચિત બતાવ્યાં છે. પ્રાયશ્ચિતનાં ૧૮, ૩૨ અને ૩૬ સ્થાનોનો વિચાર કર્યો છે. પ્રાયશ્ચિતના દાતા કોણ હોઈ શકે તેની વિચારણા કરી છે. પ્રાયશ્ચિતના ભેદ બતાવ્યા છે. (૧) આલોચના:
આલોચના આદિ પ્રાયશ્ચિતોનું વિધાન છદ્મસ્થ માટે છે. (ર) પ્રતિક્રમણ -
પ્રતિક્રમણથી સંબંધિત અવિધિ, હાસ્ય, કષાય આદિ અપરાધ સ્થાનોના મૂળ સૂત્રનું અનુસરણ કરતાં વ્યાખ્યાન કર્યું છે. (૩) મિશ્ર પ્રાયશ્ચિત :
આ પ્રાયશ્ચિતમાં આલોચના અને પ્રતિક્રમણ બંનેનો સમાવેશ થાય છે. (૪) વિવેક -
તેમાં પિંડ, ઉપધિ, શય્યા, કારણ આદિ પદોની આચાર્ય વ્યાખ્યા કરી છે.
૩૨