________________
ઉપયોગની દૃષ્ટિથી તો બધાની સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
(૨૦) કતિકાર :
સમ્યક્તાદિ સામાયિકોના વિવક્ષિત સમયમાં કેટલા પ્રતિપત્તા પ્રતિપન્ન હોય છે? તેનું આ દ્વારમાં વિવેચન કર્યું છે. (૨૧) સાંતર દ્વાર :
જીવને કોઈ એક સમ્યક્તાદિ સામાયિક મળે ને પાછી જાય ને પાછી મેળવે તે અંતરકાળ કહેવાય છે.
(૨૨) અવિરહિત દ્વાર -
સમ્યક્ત, શ્રુત તથા દેશવિરતિ સામાયિકનો ઉત્કૃષ્ટ અવિરતકાળ આવલિકાનો અસંખ્યભાગ છે અને સર્વવિરતિનો આઠ સમય છે. બધી સામાયિકોનો જઘન્ય બે સમય છે. (૨૩) ભવતાર -
બધાને માટે જઘન્ય એક ભવ છે. ઉત્કૃષ્ટથી શ્રુતવાળો અનંત ભવ પ્રાપ્ત કરે. સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ પત્યના અસંખ્યાતભાગ જેટલા ભવોને પ્રાપ્ત કરે. અને સર્વવિરતિ આઠ ભવોને પ્રાપ્ત કરે છે.
(૨૪) આકર્ષ દ્વાર -
જઘન્ય બધાનો એક જ વાર આકર્ષ છે. ઉત્કૃષ્ટથી બધી સામાયિકના એક ભવ આશ્રી અને ઘણા ભવ આશ્રી જુદા-જુદા આકર્ષ બતાવ્યા છે.
(૨૫) સ્પર્શના દ્વાર -
ચારેય સામાયિકવાળા જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટલા ક્ષેત્રને સ્પર્શે છે. તેનું આ તારમાં વર્ણન છે.
૩૧