________________
(૧૨) અનુમત દ્વાર :
આ દ્વારમાં - વ્યવહાર - નિશ્ચય દૃષ્ટિથી કઈ સામાયિક મોક્ષમાર્ગનું કારણ છે તેનો વિચાર કરવો તેને અનુમત કહેવાય છે. (૧૩) કિંતાર :
સામાયિક શું છે ? આત્મા અર્થાત્ જીવ જ સામાયિક છે. અજીવાદિ નહિ. જીવ સાવઘયોગના પ્રત્યાખ્યાન કરતી વખતે સામાયિક કહેવાય છે. (૧૪) કતિવિધતાર -
સામાયિક ત્રણ પ્રકારની છે. એમ બતાવ્યું છે. સમ્યક્ત, શ્રત અને ચારિત્ર. એ ત્રણેના પેટા પ્રકાર પણ આ દ્વારમાં વર્ણવ્યા છે. (૧૫) કસ્યદ્વાર -
કોની પાસે સામાયિક હોય છે. તે બતાવ્યું છે. જેનો આત્મા સંયમ, નિયમ અને તપમાં સ્થિત છે તેની પાસે સામાયિક હોય છે. (૧૬) કુત્રદ્વાર -
આ દ્વારમાં ક્ષેત્ર, દિશા, કાલ, ગતિ, સંક્રમણ આદિથી વિચાર કરેલ છે. (૧૭) કેપુકાર -
સામાયિક કયા દ્રવ્ય અને પર્યાયોમાં હોય છે તેનું વર્ણન છે. (૧૮) કથંકાર :
સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય છે ? ટીકાકાર મલધારી હેમચંદ્ર લખ્યું છે કે સામાયિક મહાકષ્ટ લભ્ય છે એ આ દ્વારમાં બતાવ્યું છે. (૧૯) ક્વિચિર દ્વાર
આ દ્વારમાં વિચાર કરવામાં આવેલ છે કે સામાયિક કેટલો સમય રહે છે. ચારેય સામાયિકની સ્થિતિ ભિન્ન-ભિન્ન બતાવી છે. તે બધી લબ્ધિનો સ્થિતિકાળ છે.
૩૦