________________
(૫) દ્વારોપન્યાસ તથા (૬) ભેદકાર -
પાંચમાં દ્વારમાં આચાર્ય કહે છે કે સામાયિકનું લક્ષણ સમભાવ છે. સામાયિક બધા ગુણોનો આધાર છે. સામાયિક અધ્યયનના ચાર અનુયોગ છે. તેના ફરીથી ક્રમશઃ છે; ત્રણ, બે અને બે પ્રભેદ થાય છે.
(૭) નિરક્તદ્વાર -
તેમાં ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ તથા નયના ઉક્ત ક્રમને યુક્તિયુક્ત સિદ્ધ કરવામાં આવેલ છે. ગણધરવાદનું આ દ્વારમાં વિસ્તૃત વર્ણન કર્યું છે. (૮) પ્રત્યયદ્વાર - " પ્રત્યયનો આ દ્વારમાં નિક્ષેપપૂર્વક વિચાર કર્યો છે. કેવલજ્ઞાની ભાવ પ્રત્યય રૂપ છે. તેઓ સામાયિકનો અર્થ જાણીને સામાયિકનું કથન કરે છે. તેથી ગણધર આદિ શ્રોતાઓને તેમના વચનોમાં પ્રત્યય અર્થાત્ બોધ થાય છે. (૯) લક્ષણકાર -
લક્ષણ ૧૨ પ્રકારનાં હોય છે. નામાદિ આ અધિકાર ભાવ લક્ષણનો છે. સામાયિક ૪ પ્રકારનાં બતાવ્યાં છે. (૧૦) નયદ્વાર :
નયદ્વારમાં અનેક ધર્માત્મક વસ્તુનો કોઈ એક ધર્મના આધારે વિચાર કરવો તેને નય કહેવાય છે. તે નય સાત પ્રકારના છે. આચાર્યે પ્રત્યેક લક્ષણ, વ્યુત્પત્તિ, ઉદાહરણ આદિ દૃષ્ટિઓથી વિસ્તૃત વર્ણન કર્યું છે. (૧૧) સમવતાદ્વાર -
આ દ્વારમાં ૭ નિન્યવોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. પોતાના અભિનિવેશના કારણે આગમ-પ્રતિપાદિત તત્ત્વની પરંપરાથી વિરુદ્ધ અર્થ કરવાવાળા નિશ્વવની કોટીમાં આવે છે. જૈન દષ્ટિએ નિન્ટવ એ મિથ્યાદષ્ટિનો એક પ્રકાર છે.
૨૯