________________
(૨) ચતુર્વિશતિ સ્તવ -
આવશ્યકસૂત્રનું બીજું અધ્યયન ચતુર્વિશતિસ્તવ છે. તેના માટે “લોગસ્સનો પાઠ છે. તેમાં અરિહંતની સ્તુતિ કરી છે. તેમના ગુણો પર પ્રકાશ પાડેલ છે. (૩) વંદના :
ત્રીજા અધ્યયનનું નામ વંદના છે. તેમાં વંદનાનો નવ દ્વારોથી વિચાર કરેલ છે. વિનયની પ્રાપ્તિ માટે વંદના કરવાનું પ્રયોજન છે. નામ સ્થાપના આદિ નિક્ષેપોથી તેનું સંક્ષિપ્ત વિવેચન કરીને વંદન અધ્યયનની નિયુક્તિ સમાપ્ત કરે છે. (૪) પ્રતિક્રમણ :
પ્રતિક્રમણના પાંચ પ્રકાર છે. તેનો વિચાર કરી આલોચના આદિ ૩ર યોગોનો સંગ્રહ કરેલ છે. ત્યારબાદ અસ્વાધ્યાયિકની નિયુક્તિ કરી છે. આમ ચતુર્થ અધ્યયન પ્રતિક્રમણની નિયુક્તિ પણ પૂર્ણ થાય છે. (૫) કાયોત્સર્ગ -
કાયોત્સર્ગ એ આવશ્યકસૂત્રનું પાંચમું અધ્યયન છે. કાયોત્સર્ગમાં બે પદ છે. કાય અને ઉત્સર્ગ, કાયના નિક્ષેપ ૧૨ પ્રકારના અને ઉત્સર્ગના નિક્ષેપ ૬ પ્રકારે છે. જે દેહની મમતાથી રહિત છે. તે જ કાયોત્સર્ગના સાચા અધિકારી છે. (૯) પ્રત્યાખ્યાન - " પ્રત્યાખ્યાનના છ ભેદ છે. પ્રત્યાખ્યાનની શુદ્ધિ છ પ્રકારે થાય છે. પ્રત્યાખ્યાનથી આશ્રવના દ્વાર બંધ થાય છે. આશ્રવના ઉચ્છેદથી તૃષ્ણાનો નાશ થાય છે. ક્રમશઃ આરાધનાએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
આવશ્યક નિર્યુક્તિના વિસ્તૃત પરિચયથી તેનું મહત્ત્વ સમજાય છે. જૈન પરંપરાથી સંબંધ રાખવાવાળા અનેક પ્રાચીન ઐતિહાસિક તથ્યોનું પ્રતિપાદન સર્વ પ્રથમ આ નિયુક્તિમાં કરવામાં આવેલ છે.