________________
(૨) દશવૈકાલિક નિર્યુક્તિ :
નિયુક્તિકારે સર્વ સિદ્ધોને નમસ્કાર કરીને દશવૈકાલિક નિર્યુક્તિ રચવાની પ્રતિજ્ઞા કરી છે. આ સૂત્રમાં દશ અધ્યયન છે. પ્રથમ તુમ પુષ્પિકા નામના પ્રથમ અધ્યયનની નિર્યુક્તિમાં સામાન્ય શ્રુતાભિધાન ચાર પ્રકારના બતાવીને ધર્મની પ્રશંસા કરી છે. બીજા અધ્યયનમાં ધીરજની સ્થાપના કરીને નિક્ષેપ પદ્ધતિથી તેની વ્યાખ્યા કરી છે. ત્રીજા. અધ્યયનમાં ક્ષુલ્લક, આચાર અને કથા આ ત્રણનો નિક્ષેપ કરે છે. ચોથા અધ્યયનની નિર્યુક્તિમાં એક, છ, જીવ, નિકાય અને શસ્ત્રનો નિક્ષેપ પદ્ધતિથી વિચાર કર્યો છે. પાંચમાં અધ્યયનમાં પિંડ અને એષણા આ બે પદોનું નિક્ષેપપૂર્વક વ્યાખ્યાન કરેલ છે.
છઠ્ઠા અધ્યયનમાં ધર્મ શબ્દની વિસ્તૃત વ્યાખ્યા કરી છે. સાતમા અધ્યયનમાં વાક્યનો નિક્ષેપ ચાર પ્રકારનો બતાવેલ છે. આઠમાં અધ્યયનમાં પ્રસિધિના બે પ્રકાર વર્ણવ્યા છે. અને તેનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. નવમાં અધ્યયનમાં ભાવવિનય પાંચ પ્રકારના બતાવ્યા છે. દશમા અધ્યયનમાં નિર્દેશ અને પ્રશંસાનો અધિકાર છે. ચૂલિકાનો નિક્ષેપ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવપૂર્વક હોય છે. આમ દશવૈકાલિક નિયુક્તિમાં નિક્ષેપ આદિના કથન દ્વારા મૂળ ગ્રંથના ભાવોને સ્પષ્ટ કર્યા છે. (૩) ઉત્તરાધ્યયનનિયુક્તિ :
આ નિયુક્તિમાં ૬૦૭ ગાથાઓ છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાને ૩૬ અધ્યયનોમાં ઉપદેશ આપ્યો છે. અધ્યયન પદનું નિર્યુક્તિકારે નિક્ષેપપૂર્વક વ્યાખ્યાન કરેલું છે. પ્રથમ અધ્યયનમાં વિનયના પ્રસંગથી આચાર્ય અને શિષ્યના ગુણોનું વર્ણન તથા આ બંનેનો સંયોગ કેવી રીતે થાય છે. તે બતાવ્યું છે બીજા અધ્યયનમાં પરિષહનો નિક્ષેપ ચાર પ્રકારનો બતાવેલ છે. ત્રીજા ચાતુરંગીય અધ્યયનમાં ચાર અને સાત પ્રકારનો નિક્ષેપ વર્ણવેલ છે. ચોથા અધ્યયનમાં નિયુક્તિ કરતાં પ્રમાદ અને અપ્રમાદ બંનેનો નિક્ષેપ કર્યો છે. આયુષ્ય કર્મ અસંસ્કૃત છે. તેથી હંમેશા અપ્રમાદપૂર્વક આચરણ કરવું જોઈએ. આગળના અધ્યયનનોની નિયુક્તિમાં પણ આ રીતે પ્રત્યેક અધ્યયનના નામના નામાદિ નિક્ષેપોથી વિચાર કર્યો છે. આમ ઉત્તરાધ્યયન નિર્યુક્તિમાં નિક્ષેપ આદિના કથન દ્વારા મૂળ ગ્રંથના ભાવોને સ્પષ્ટ કર્યા છે.