________________
“પ્રાસ્તાવિક
પ્રાચીનતમ જૈન વ્યાખ્યાત્મક સાહિત્યમાં આગમિક વ્યાખ્યાઓનું અતિ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ વ્યાખ્યાઓને પાંચ કોટીઓમાં વિભક્ત કરવામાં આવેલ છે. (૧) નિર્યુક્તિઓ, (૨) ભાષ્ય, (૩) ચૂર્ણિ, (૪) સંસ્કૃત ટીકાઓ, અને (૫) લોકભાષાઓમાં રચિત વ્યાખ્યાઓ. (૧) નિયુક્તિઓ અને નિયુક્તિ દ્વાર -
જૈન આગમોમાં પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરવાને માટે આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ પ્રાકૃત પદ્યમાં નિયુક્તિઓની રચના કરી. નિર્યુક્તિની વ્યાખ્યા પદ્ધતિ ખૂબ જ પ્રાચીન છે. આચાર્ય ભદ્રબાહુએ ૧૦ ગ્રંથો પર નિયુક્તિઓ લખી છે. તેમાંથી છેલ્લી બે નિર્યુક્તિઓ અનુપલબ્ધ છે. (૧) આવશ્યક નિર્યુક્તિ” :
ભદ્રબાહુકૃત નિયુક્તિઓમાં આવશ્યક નિયુક્તિની રચના સર્વ પ્રથમ થઈ છે. જૈન આગમ ગ્રંથોમાં આવશ્યસૂત્રનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેમાં ૬ અધ્યયન છે. (૧) સામાયિક, (૨) ચોવિસંત્યો, (૩) વંદણા, (૪) પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ અને (૬) પ્રત્યાખ્યાન. આવશ્યક નિર્યુક્તિની ૮૮૦ ગાથાઓ છે. (૧) સામાયિક :
આચાર્ય ભદ્રબાહુ સામાયિકને સંપૂર્ણ શ્રુતની આદિમાં રાખે છે. કેમ કે ચારિત્રનો પ્રારંભ સામાયિકથી થાય છે. સામાયિક શ્રુત અધિકારી જ ક્રમશઃ મોક્ષનો અધિકારી બને છે. આચાર્યે સામાયિકનું વ્યાખ્યાન કરતાં ઉદ્દેશ, નિર્દેશ નિર્ગમ, ક્ષેત્ર આદિ ૨૭ વાતો બતાવી છે. તેમાં ભગવાન ઋષભદેવથી લઈને ભગવાન મહાવીરનું સમગ્ર જીવન બતાવ્યું છે. સામાયિકના પ્રારંભમાં નમસ્કારમંત્ર આવે છે. સંક્ષેપમાં સામાયિકનો અર્થ છે. ત્રણ કરણ અને ત્રણ યોગથી સાવદ્ય ક્રિયાનો ત્યાગ અર્થાત પાપકારી ક્રિયાનો જીવન પર્યત ત્યાગ, આ જ સામાયિકનો ઉદ્દેશ છે.
૨૦