________________
બતાવ્યા છે. સાતમી પ્રતિપતિમાં સંસારી જીવના આઠ પ્રકાર વર્ણવ્યા છે. આઠમી પ્રતિપતિમાં સંસારી જીવના ૯ પ્રકાર બતાવ્યા છે. નવમી પ્રતિપતિમાં સિદ્ધ-અસિદ્ધ, સૂક્ષ્મ-બાદર, સંજ્ઞી, અસંશી, સંયત-અસંયત આદિ જીવોના અનેક પ્રકારોથી વિવક્ષા કરી છે. તેમાં ૨૪ દંડકનું વિસ્તૃત વર્ણન કરેલું છે. (૪) પ્રજ્ઞાપના સૂત્ર :- આ ઉપાંગસૂત્રમાં ૩૪૯ સૂત્રોમાં ૩૬ પદોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (૧) પ્રજ્ઞાપના પદમાં જીવ પ્રજ્ઞાપના અને અજીવ પ્રજ્ઞાપના બતાવી છે.
જીવ પ્રજ્ઞાપનામાં સંસારી એકેન્દ્રિય જીવોની પ્રજ્ઞાપના ૫ પ્રકારની બતાવી છે. પૃથ્વીકાય, અપક્રાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાયના અનેક પ્રકારોનું વર્ણન છે. વિકલેન્દ્રિયમાં - બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના અનેક પ્રકાર અને પંચેન્દ્રિયના પાંચ પ્રકાર બતાવ્યા છે. પંચેન્દ્રિય જીવમાં-નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર પ્રકાર બતાવેલ છે. મનુષ્યના ત્રણ પ્રકાર છે. કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતરદ્વીપના દેવના ચાર પ્રકાર છે. ભવનપતિ, વાણવ્યંતર જ્યોતિષી અને વૈમાનિક, દેવોના પેટા વિભાગ બતાવીને તેનાં નામો પણ વર્ણવ્યા છે. (૨) સ્થાપના પદ -
- તેમાં સંસારીના જીવો ઉપર પ્રથમ પદમાં બતાવેલા બધા જીવોના અને સિદ્ધ - જીવોના રહેવાના સ્થાનનું વર્ણન છે. (૩) અલ્પબહત્વ પદ -
તેમાં દિશા, ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, જ્ઞાન, દર્શન, ઉપયોગ, આહાર, સંજ્ઞી, ક્ષેત્ર, મહાદંડક આદિ ૨૭ વારોની અપેક્ષાથી જીવોનું વિસ્તૃત વિવરણ કર્યું છે. (૪) સ્થિતિ પદ -
તેમાં દરેક સંસારી જીવોની સ્થિતિનું વર્ણન છે.