________________
૧૨ ઉપાંગોનો પરિચય :(૧) ઉવવાઈયસૂત્ર :
ઉવવાઈયસૂત્રમાં ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય અને કોણિક રાજાનું વર્ણન આવે છે. ભગવાન મહાવીરે આગાર, અણગાર ધર્મનો ઉપદેશ આપ્યો. કેટલાકે આગાર ધર્મ અને કેટલાકે અણગાર ધર્મનો સ્વીકાર કર્યો. ગૌતમ સ્વામીએ ભગવાનને અનેક પ્રશ્નો કર્યા અને તેના ઉત્તર આપતાં ભગવાને અનેક વિષયોનું પ્રતિપાદન કર્યું છે. તેમાં દંડના પ્રકારો, મૃત્યુના પ્રકારો, અંબડ સન્યાસીનું જીવન, સાતનિન્યવોની વાત વગેરે બતાવેલ છે. સૂત્ર ૪૨-૪૩માં કેવલી સમુદ્ધાત અને સિદ્ધક્ષેત્રનું વર્ણન કર્યું છે. (૨) રાજકશ્મીય :
જૈન આગમોના આ બીજા ઉપાંગમાં ૨૧૭ સૂત્ર છે. પહેલા સુર્યાભદેવનું વર્ણન કરેલું છે. ત્યાર પછી ભગવાન પાર્શ્વનાથના મુખ્ય શિષ્ય કેશીકુમાર અને રાજા પ્રદેશના જીવ-અજીવ વિષયક સંવાદનું વર્ણન છે. રાજા પ્રદેશી ધર્મનું સ્વરૂપ સમજીને તેર છ૪ની આરાધનાથી એકાવનારી બન્યા તેનું વિસ્તૃત વર્ણન છે. . (૩) જીવાજીવાભિગમસૂત્ર :
આ ઉપાંગસૂત્રમાં ભ. મહાવીર અને ગૌતમ ગણધરનાં પ્રશ્નોત્તરરૂપમાં જીવ અને અજીવના ભેદો-પ્રભેદોનું વિસ્તૃત વર્ણન છે. તેમાં ૯ પ્રકરણ અને ૨૭૨ સૂત્ર છે. ટીકાકાર મલયગિરિએ જીવાજીવાભિગમને સ્થાનાંગનું ઉપાંગ બતાવેલ છે. પહેલી પ્રતિપતિમાં સંસારી જીવના વિભિન્ન પ્રકારે ભેદોનું વર્ણન કર્યું છે. તેમાં ૪ર સૂત્રો છે. બીજી પ્રતિપતિમાં સંસારી જીવના ત્રણ-ત્રણ પ્રકારે ભેદ બતાવ્યા છે. તેમાં ૪૩ થી ૨૮
સ્ત્ર છે. ત્રીજી પ્રતિપતિમાં નરકની સાત પૃથ્વીઓનાં વર્ણનની સાથે સોળ પ્રકારના રત્ન, જંબુદ્વીપનાં કલ્પવૃક્ષોનું વર્ણન, તહેવારોના નામ, દેવોના પ્રકાર, સુધર્મ સભા, ઉત્તરકુરૂ, લવણસમુદ્ર, ઘાતકી ખંડ, કાલોદધિ સમુદ્ર પુષ્કરવરદીપ, માનુષોત્તર પર્વત, નંદીશ્વર દ્વીપ, ચંદ્ર-સૂર્ય આદિનો પરિવાર, વૈમાનિક દેવ આદિ ૪૫ બાબતોનું વર્ણન છે. ચોથી પ્રતિપતિમાં સંસારી જીવના પાંચ પ્રકાર બતાવ્યા છે. પાંચમી પ્રતિપતિમાં સંસાર જીવના જ પ્રકારનું વર્ણન છે છઠ્ઠી પ્રતિપતિમાં સંસારી જીવોના સાત પ્રકાર