________________
ભર્તૃહરિકૃત
यत्सत्तया सदिदमस्ति यदात्मभासा प्रद्योतितं जगदशेषमपास्तदोषम् । तद्ब्रह्म निष्कलमसंगमपारसौख्यं प्रत्यग्भजे परममंगलमद्वितीयम् ॥ २ ॥
જેની સત્તાથી આ જડચેતનાત્મક સવ જગત્ અસ્તિત્વ સાગવે છે અને જેના આત્મપ્રકાશથી પ્રકાશે છે, તે સર્વ જાતના નિષ્કલ, સર્વ સંગથી રહિત, ઢાષાથી રહિત, અપાર સુખસ્વરૂપ, પરમ મગલમય અને ઘટઘટમાં વ્યાપી રહેલા અદ્વિતીય એવા બ્રહ્મને હું ભજું છું. ૨
: वसन्ततिलकावृत्त :
(બ્રહ્મભજન કરવા વિષે)
કાશીમાં વાસ કરવા માટે આવેલા ભર્તૃહરિ રાજાને રાજધાનીમાં આવવા માટે રાણીએ અને પુત્રા આગ્રહ કરવા લાગ્યાં, તે સમયે ભર્તૃહરિએ આપેલા ઉત્તરઃ—
: शार्दूलविक्रीडितवृत्त :
हे पुत्रा व्रजताभयं यत इतो गेहं जनन्या समं रागद्वेषमदादयो भवतु वः पन्थाः शिवो मायया । काशीं साम्प्रतमागतोऽहमहह क्लेशेन हातुं वपुः सर्वानर्थगृहं सुपर्वतटिनीवीचिश्रिया मण्डिताम् ॥ ३ ॥
હે પુત્રા ! તમે તમારી માતાની સાથે હવે અહીંથી ઘેર જાવ. હૈ રાગ, દ્વેષ, મઢ વગેરે સહુચરા! તમે ઘણા કાળ સુધી મારી સાથે રહ્યા. હવે તમે પણ સંસારની માહિની માયાની સાથે કલ્યાણકારી માર્ગે સ`ચરે. કારણુ કે સાંપ્રત હું તે। અહાહા! ગંગા નદીના તરંગેાની શૈાભાથી શેાભાયમાન એવી કાશી નગરીમાં સ જાતના અનર્થાંના મંદિરરૂપી આ પાંચભૌતિક શરીરના ત્યાગ કરવા માટે મેાટે કલેશ સહીને આન્ગેા છું. (હવે હું રાજધાનીમાં આવવાને .રાજી નથી). ૩