________________
૩૬
ભર્તુહરિકૃત અથવા (ગરા ચાવળે પાઠાંતરને અનુસરીને) શાસ્ત્ર વચનેનાં નિઃશેષ અર્થ વિશેષને જાણીએ છીએ. તમે જેમ શૂર છે તેમ અમે પણ વાદ કરનારના અહંકારવરને શમાવવામાં અક્ષય ચતુરતા ધરાવીએ છીએ; ધનાઢ્ય પુરુષ જેમ તમારી સેવા કરે છે, તેમ અજ્ઞાનના નાશને માટે અમને પણ શ્રેતાએ સેવે છે; આમ છતાં પણ અમારા ઉપર જે તમને આસ્થા ન હોય તે અમને પણ તમારા ઉપર આસ્થા નથી, માટે અમે તે આ ચાલ્યા. પર
રાજ અથવા ધનાઢયમાં, અને કવિ-વિદ્વાનમાં આ રીતે જ્યારે કંઈ તફાવત નથી, ત્યારે જે રાજા અથવા ધનાઢયની કવિ અથવા વિદ્વાન્ ઉપર આસ્થા હોય તો જ, કવિ અથવા વિદ્વાનની રાજા કે ધનાઢય ઉપર છે, નહિ તે નથી જ. રાજસેવા બહુ કષ્ટકારક છે. જુઓ બ્લેક પ૧ મે, એનો પણ આ જ ભાવ છે. * * शिखरिणीवृत्त
अतिक्रान्तः ‘कालो लटभललनाभोगसुभगो બ્રમન્તઃ શાતા મા કુત્તમદ્દ સંસાર इदानी स्वःसिन्धोस्तटभुवि समाक्रन्दनगिरः सुतारैः फूत्कारैः शिव शिव शिवेति प्रतनुमः।।
લટકાંવાળી લલનાઓના ભાગમાં રમણીય લાગતે કાળ જ રહ્યો અને ઘણા લાંબા સમય સૂધી આ સંસારના માર્ગમાં ફરતાં ફરતાં અમે થાકી ગયા. હવે તે સ્વર્ગગાના તટ ભૂમિ પર બેસી દુઃખિતાવસ્થાને વ્યક્ત કરતી વાણીના સારી પેઠે તાર સ્વર કરનારા અવાજે અમે “શિવ, શિવ! શિવ !” નામને વિસ્તાર કરીએ છીએ.
અર્થાત્ અમને હવે સંસારમાં મમતા રહી નથી, એમ કહેતાં પૂર્વાધમાં સંસારસુખ ભોગવ્યું જણાવી,